Home> Entertainment
Advertisement
Prev
Next

#JustMarried : કોઈ ધમાલ કે ઝાકઝમાળ વગર સાઇનાએ કરી લીધા લગ્ન, કારણ છે રસપ્રદ

હાલમાં સાઇનાએ પોતાના લગ્નની પહેલી તસવીર શેયર કરી છે

#JustMarried : કોઈ ધમાલ કે ઝાકઝમાળ વગર સાઇનાએ કરી લીધા લગ્ન, કારણ છે રસપ્રદ

નવી દિલ્હી : ઇન્ડિયન બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ આજે પોતાની જિંદગીની સૌથી શાનદાર મેચ રમી રહી છે અને સાઇનાએ પોતે આ વાત સ્વીકારી છે. ઇન્ડિયન શટલર્સ સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સાઇનાએ પોતે પોતાના લગ્નની તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી છે. નોંધનીય છે કે સાઇના નેહવાલની જિંદગી બહુ જલ્દી ફિલ્મી પડદા પર દેખાવાની છે જેમાં શ્રદ્ધા કપૂર હિરોઇનનો રોલ ભજવી રહી છે. 

fallbacks

સાઇનાએ થોડા દિવસ પહેલાં ટ્વિટર પર પોતાના લગ્નની તસવીર શેયર કરી છે. આ તસવીર શેયર કરતી વખતે સાઇનાએ લખ્યું છે કે, 'મારી જિંદગીનો સૌથી શાનદાર મેચ.' આ સાથે જ સાઈનાએ #JustMarried હેશટેગ પણ શેયર કર્યો છે. સાઇના પોતાના લગ્નમાં ભારે સાદગીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે. સાઇનાએ બ્લુ રંગનો ખૂબસુરત લહેંગો પહેર્યો છે જ્યારે દુલ્હા બનેલા પારુપલ્લીએ ગુલાબી રંગનો કુરતો પહેર્યો છે. 

પોતાના લગ્નની ઘોષણા કરતી વખતે સાઇનાએ કશ્યપ સાથેના પ્રેમસંબંધો વિશે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં લગ્ન રાખવામાં આવ્યા છે કારણ કે આ સમયે જ તે ફ્રી છે. સાઇનાએ કહ્યું હતું કે 20 ડિસેમ્બરથી હું પ્રીમિયર બેડમિન્ટન લીગમાં વ્યસ્ત થઈ જઇશ અને ટોકિયો ગેમ્સ માટે ક્વોલિયફાયરમાં પણ રમવાનું છે. 

યુવરાજ અને હેઝલની વચ્ચે આવશે 'ત્રીજું', પણ વાત ખુશીની છે...

સાઇના અને કાશ્યપની મુલાકાત 2005માં પુલેલા ગોપીચંદની એકેડેમીમાં થઈ હતી. 28 વર્ષીય સાઇના અને 32 વર્ષીય કશ્યપ હવે એ લીગમાં શામેલ થઈ જશે જેમાં દીપિકા પલ્લિકલ-દિનેશ કાર્તિક, ઇશાંત શર્મા-પ્રતિમા સિંહ અને રેસ્ટલર ગીતા ફોગટ-પવન કુમાર તેમજ સાક્ષી મલિક-સત્યવ્રત કાડિયાન છે. 20  ટાઇટલ જીતી ચૂકેલી સાઈનાએ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને પારુપલ્લી કશ્યપે પણ બેડમિન્ટનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને છઠ્ઠા ક્રમ પર રહ્યો હતો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More