Home> Entertainment
Advertisement
Prev
Next

આગની જેમ ફેલાયા દિલીપકુમારની વણસેલી તબિયતના સમાચાર પણ...

થોડા દિવસો પહેલાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ન્યૂમોનિયા થયો હોવાનું નિદાન થયું હતું

આગની જેમ ફેલાયા દિલીપકુમારની વણસેલી તબિયતના સમાચાર પણ...

નવી દિલ્હી : ટોચના એક્ટર દિલીપકુમારની તબિયત વિશે ચર્ચા છે કે તેમને ફરીથી ન્યુમોનિયા થઈ ગયો છે અને તેમની તબિયત વણસી ગઈ છે. જોકે, તેમના પત્નીએ સાયરા બાનુએ Zee News સાથે વાત કરતા સ્પષ્ટતા કરી છે કે દિલીપકુમારની તબિયત સારી છે અને તેઓ ઘરે આરામ કરી રહ્યા છે. સાયરા બાનુની સ્પષ્ટતા પ્રમાણે દિલીપકુમારને ન્યુમોનિયા થયો હોવાના સમાચાર ખોટા છે અને તેમને માત્ર સામાન્ય શરદી અને તાવ છે. 

fallbacks

અબજોમાં વેચાવાનો છે RK સ્ટુડિયો ! અધધધ કિંમતમાં સોદો લગભગ ફાઇનલ

નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ન્યૂમોનિયા થયો હોવાનું નિદાન થયું હતું. આ પહેલાં પણ તેઓ ન્યૂમોનિયાનો ભોગ બનીને લાંબો સમય હોસ્પિટલમાં રહી ચૂક્યા છે.

Bigg Boss 12 : ઘરમાંથી નીકળતા જ અનૂપ જલોટાનો મોટો ખુલાસો, કહ્યું, ‘હું અને જસલીન....’

દિલીપકુમાર છેલ્લે 1998માં રિલીઝ થયેલી 'કિલા'માં ફિલ્મી પડદે જોવા મળ્યા હતા. તેમને 1994માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને 2015માં પદ્મ વિભુષણ એવોર્ડ મળી ચૂક્યો છે. તેઓ 'દેવદાસ', 'મુઘલ-એ-આઝમ, 'ગંગા જમુના' અને 'કર્મા' જેવી અનેક ફિલ્મોની અફલાતુન એક્ટિંગને કારણે લોકપ્રિય બન્યા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More