નવી દિલ્હી: ફિલ્મ નિર્માતા સાજીદ નડિયાદવાલાએ હાલમાં ગત રિલીઝ સુપર 30 અને નવી રિલીઝ છીછોરે સાથે બેક ટૂ બેક સફળતાનો આનંદ માણી રહ્યા છે. ફિલ્મથી પ્રેરિત સાજીદ નડિયાદવાલાએ તાજેતરમાં પોતાના જૂના ઘરની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે પોતાનું બાળપણ પસાર કર્યું હતું. આ અવસર પર સાજીદ નડિયાદવાલાએ પોતાના જૂના મિત્રો સાથે મુલાકાત કરી અને ગણેશોત્સવ દરમિયાન તેમને સમય પસાર કર્યો હતો.
આ દરમિયાન ફિલ્મ નિર્માતાએ ગણપતિ પંડાલમાં પૂજા કરી અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરતાં તેમની સાથે ફોટા પણ પડાવ્યા અને ગણપતિ પંડાલમાં ખૂબ આનંદ માણ્યો હતો. વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં ફિલ્મ નિર્માતાએ પોતાના 'છીછોરે' મિત્રો માટે સમય કાઢ્યો અને જૂની યાદોને ફરીથી તાજી કરી હતી.
સાજીદ નડિયાદવાલા એક વિપુલ નિર્માતા છે જે દર્શકોના સ્વાને સારી રીતે સમજે છે અને કંટેંટ તથા મનોરંજનના પરફેક્ટ મિશ્રણ સાથે દર્શકોનું મનોરંજન કરાવવાનું જાણે છે. 'કિક 2', હાઉસફુલ 4' અને 'બાગી 3' જેવી આગામી ફિલ્મો સાથે સાજીદ નડિયાદવાલાને બોલીવુડમાં સીક્વલના નિર્વિવાદ રાજાના રૂપમાં ઓળખવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે