Home> Entertainment
Advertisement
Prev
Next

લગ્ન કર્યા વગર જ 45 વર્ષે માતા બનેલી છે આ ટચૂકડા પડદાની 'રોકસ્ટાર', સૌથી મોંઘી અભિનેત્રીઓમાં છે સામેલ

વર્ષ 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ફિલ્મે ગણતરીના દિવસોમાં જ 1000 કરોડ રૂપિયાનો વકરો કરીને ઈતિહાસ રચી નાખ્યો હતો. ત્યારબાદ ચીનમાં આ ફિલ્મે ડંકો વગાડ્યો અને દંગલ અત્યાર સુધીની બોલીવુડ ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ. દંગલમાં આમિર ખાનની હીરોઈનનું પાત્ર ભજવનારી અભિનેત્રી સાક્ષી તંવરે પોતાના અભિનયથી બધાને દંગ કરી દીધા.

લગ્ન કર્યા વગર જ 45 વર્ષે માતા બનેલી છે આ ટચૂકડા પડદાની 'રોકસ્ટાર', સૌથી મોંઘી અભિનેત્રીઓમાં છે સામેલ

વર્ષ 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ફિલ્મે ગણતરીના દિવસોમાં જ 1000 કરોડ રૂપિયાનો વકરો કરીને ઈતિહાસ રચી નાખ્યો હતો. ત્યારબાદ ચીનમાં આ ફિલ્મે ડંકો વગાડ્યો અને દંગલ અત્યાર સુધીની બોલીવુડ ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ. દંગલમાં આમિર ખાનની હીરોઈનનું પાત્ર ભજવનારી અભિનેત્રી સાક્ષી તંવરે પોતાના અભિનયથી બધાને દંગ કરી દીધા. સાક્ષી વિશે એવી કેટલીક અજાણી વાતો છે જે જાણીને તમને નવાઈ લાગશે. સાક્ષી તંવર ટીવી દુનિયાની રોકસ્ટાર કહી શકાય. 

fallbacks

સાક્ષી તંવરે આમિર ખાનની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. સાક્ષી હજુ સુધી લગ્ન કર્યા નથી. 50 વર્ષની ઉંમરે પણ સાક્ષી સિંગલનું જીવન જીવી રહી છે અને એ કહેવામાં જરાય અતિશયોક્તિ પણ નહી હોય કે તે જીવનને માણી રહી છે. લગભગ 5 વર્ષ પહેલા સાક્ષી એક પુત્રીની માતા પણ બની ગઈ. સાક્ષીએ 45 વર્ષની ઉંમરે એક પુત્રીની દત્તક લીધી હતી. ત્યારબાદથી સાક્ષી સિંગલ મધરની જવાબદારી નિભાવી રહી છે. સાક્ષી તંવર ટીવીની દુનિયાની રોકસ્ટાર છે. અનેક સીરિયલોમાં સાક્ષી તંવરે પોતાના સાદગીભર્યા પાત્રોથી ટીઆરપીને સાતમા આસમાને પહોંચાડેલી છે. 

સાક્ષી તંવર પોતાની કરિયરમાં 37થી વધુ ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે. સાક્ષીએ વર્ષ 2011માં ટીવી સીરિયલ કરમથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ કહાની ઘર ઘર કી, સંસાર, કુટુંબ, વિરાસત અને કાવ્યાંજલિ જેવી સુપરહિટ સીરિયલ્સમાં કામ કર્યું. સાક્ષી તંવરે અનેક સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

ટીવીની દુનિયામાં સાક્ષી તંવરનું એક અલગ જ મુકામ છે. ટીવીની દુનિયાની સૌથી મોંઘી અભિનેત્રીમાં પણ સાક્ષીનું નામ ગણાય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સાક્ષી તંવર એપિસોડ દીઠ 1.5 લાખ રૂપિયાથી વધુ પણ ચાર્જ કરે છે. સાક્ષી તંવર ટીવીની સાથે સાથે ફિલ્મોમાં પણ પોતાની સાદગીથી પાત્રોને નવી ઊંચાઈએ પહોચાડે છે. 

ગત વર્ષે રિલીઝ થયેલી  ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં પણ સાક્ષી તંવરે એક મહત્વની ભૂમિકા ભજવી હતી. તે પહેલા માઈ નામની હિટ સીરિયલમાં પણ સાક્ષી તંવરે દમદાર એક્ટિંગથી લોકોના મન જીત્યા હતા. ટીવીની દુનિયાની રોકસ્ટાર સાક્ષી તંવર 50 વર્ષની વયે પણ તેની પુત્રી સાથે સિંગલ મધર બનીને ખુશહાલ જીવન જીવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More