Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન અને ઐશ્વર્યા પાર્ટીમાં આવી ગયા સામસામે અને પછી...

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું પ્રેમપ્રકરણ વર્ષો સુધી ચર્ચામાં રહ્યું છે

સલમાન અને ઐશ્વર્યા પાર્ટીમાં આવી ગયા સામસામે અને પછી...

મુંબઈ : સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું પ્રેમપ્રકરણ વર્ષો સુધી ચર્ચામાં રહ્યું છે. અભિષેક બચ્ચન સાથે લગ્ન પછી ઐશ્વર્યા જાહેરમાં સલમાનનો સામનો કરવાનું ટાળે છે. જોકે હાલમાં સલમાન અને ઐશ્વર્યા ફિલ્મમેકર સુભાષ ઘઈની બર્થ-ડે પાર્ટીમાં સામસામે આવી ગયા હતા. રિપોર્ટ પ્રમાણે મુજબ પાર્ટીમાં મહેમાન તરીકે સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચન પણ હતા પણ બંનેએ એકબીજાથી અંતર બનાવી રાખ્યું. બંને એકબીજાને પાર્ટીમાં ઈગ્નોર કરતા જોવા મળ્યા. સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ની શૂટિંગ દરમિયાન બંને સ્ટાર્સ વચ્ચે નિકટતા વધી હતી અને બંનેના અફેરની ચર્ચાઓ ચાલી થઈ હતી પરંતુ 2001માં બંને અલગ થઈ ગયા.

fallbacks

સુભાષ ઘઈએ 1969માં ફિલ્મ આરાધનાથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે એક સપોર્ટિંગ એક્ટરના રોલમાં જોવા મળ્યા હતા. 1976માં ફિલ્મ કાલીચરણથી તેમણે ડિરેક્શન કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તેમણે કર્ઝ, વિધાતા, હીરો, કર્મા, સૌદાગર, તાલ, પરદેસ, કિસના અને યુવરાજ જેવી ફિલ્મો બનાવી.

સુભાષ ઘઇની આ પાર્ટીમાં માધુરી દીક્ષિત, રણધીર કપૂર તેમજ સિંગર અલ્કા યાજ્ઞિક જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More