નવી દિલ્હીઃ સલમાન ખાનની ફિલ્મ દબંગના ડાયરેક્ટર અભિનવ કશ્યપે એકવાર ફરી સલમાન અને તેના પરિવાર પર મોટો હુમલો કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતન આત્મહત્યા બાદ અભિનવે એક લાંબી ફેસબુક પોસ્ટ લખીને તે આરોપ લગાવ્યો હતો કે, કઈ રીતે સલમાન અને તેનો પરિવાર બોલીવુડમાં જૂથવાદ કરે છે અને લોકોને કામ કરવા દેતા નથી. આ વખતે અભિનવે સલમાન ખાનની ચેરીટી કરનારી સંસ્થા બીઇંગ હયુમન ફાઉન્ડેશન પર નિશાન સાધ્યુ છે.
પોતાની ફેસબુક પોસ્ટમાં અભિનવ કશ્યપે આરોપ લગાવ્યો છે કે સલમાન ખાનની ચેરીટી કરનારી સંસ્થા માત્ર ચેરીટીનો દેખાડો કરે છે, ખરેખર આ સંસ્થા મની લોન્ડ્રિંગનો અડ્ડો બનેલી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યુ, 'જનાબ સલીમ ખાન સાહેબનો સૌથી મોટો આઇડિયા છે બીઇંગ હયુમન. બીઇંગ હયુમનની ચેરીટી માત્ર એક દેખાડો છે... દબંગની શૂટિંગ દરમિયાન મારી આંખોની સામે 5 સાઇકલ વેચવામાં આવે છે. આગામી દિવસે અખબારોમાં છપાતુ હતું કે દાનવીર સલમાન ખાને 500 સાઇકલ ગરીબોમાં વહેચી. આ બધા પ્રયાસ સલમાન ખાનની ગુંડા વાળી છબીને સુધારવાની હતી જેથી તેના બધા ક્રિમિનલ કેસમાં મીડિયા અને જજ તેના પર થોડી દયા રાખે.'
ચેરીટીના નામ પર મની લોન્ડ્રિંગ ચાલી રહ્યું છે
અભિનવ પોતાની પોસ્ટમાં આગળ લખ્યુ, આજે બીઇંગ હયુમન 500 રૂપિયાનું જીન્સ 5 હજારમાં વેચે છે... અને ખ્યાલ આવતો નથી કે કઈ કઈ રીતે ચેરીટીના નામ પર મની લોન્ડ્રિંગ ચાલી રહ્યું છે. સીધી સાદી જનતાની આંખોમાં ધૂળ નાખીને તેની પાસેથી નોટ મેળવી રહ્યાં છે આ ધુતારા લોકો.... તેનો ઇરાદો કોઈને કંઇ આપવાનો નહીં, માત્ર લેવાનો છે. સરકાર બીઇંગ હયુમનની તપાસ કરે. હું સરકારને સહયોગ કરીશ. જુઓ અભિનવ કશ્યપની પોસ્ટ...
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ અભિનવ કશ્યપે યશરાજ ફિલ્મ અને સલમાન ખાનના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. આ સાથે તેમણે પોતાની મોટી પોસ્ટમાં તે દાવો કર્યો હતો કે સલમાન ખાન અને તેના પરિવારને અભિનવના ફિલ્મ કરિયરને બરબાદ કરવા ઘણો પ્રયાસ કર્યો છે. મહત્વનું છે કે અભિનવ સિવાય શેખર કપૂર જેવા ફિલ્મ ડાયરેક્ટર અને ઘણા રાજનેતાઓએ પણ સુશાંત સિંહ રાજપૂતને પ્રોફેશનલ તરીકે પરેશાન કરવાના આરોપ લગાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે