Home> Entertainment
Advertisement
Prev
Next

Salman Khan કેમ કહેવાય છે બોક્સ ઓફિસનો બોસ? જાણો 'ભાઈજાન' વિશેની કેટલીક અજાણી વાતો

Salman Khan Birthday: બોલીવુડનો દબંગ સ્ટાર સલમાન ખાન આજે યુવાનોનો હોટફેવરીટ હીરો છે. સલમાન ખાન ફિલ્મમાં હોય તો હિટ થવાની ગેરંટી બાય ડિફોલ્ટ આવી જાય છે. ભાઈજાનની એક ઝલક જોવા માટે રિયલ લાઈફ હોય કે રિલ લાઈફ હોય ફેન્સનો જમાવડો ના હોય તેવું ક્યારે બની જ ના શકે.

Salman Khan કેમ કહેવાય છે બોક્સ ઓફિસનો બોસ? જાણો 'ભાઈજાન' વિશેની કેટલીક અજાણી વાતો

Happy Birthday Salman Khan: સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેણે ફિલ્મ બીવી હો તો ઐસીથી બોલિવૂડમાં પોતાના અભિનયની શરૂઆત કરી હતી. આજે કોઈ પણ ફિલ્મમાં સલમાન ખાનની હાજરીએ હિટ થવાની ગેરંટી છે. એટલું જ નહીં પણ બોલીવુડમાં આવતા નવા અભિનેતા અને અભિનેત્રીઓના પર્દાપણમાં પણ સલમાન ખાનના આશીર્વાદ જરૂરી બની ગયા છે.

fallbacks

અબ્દુલ રાશિદ સલીમ ખાન કેવી રીતે બન્યો ભાઈજાન:
મૈંને પ્યાર કિયા હૈ ફિલ્મથી રાતોરાત સુપરસ્ટાર બની ગયેલા સલમાન ખાનનો સિતારો આજે પણ એટલો જ ચમકી રહ્યો છે.સલમાન ખાન એ અભિનેતા છે જે પોતાના દમ પર ફિલ્મને હિટ કરાવી શકે છે. 27 ડિસેમ્બર 1965ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં જન્મેલા સલમાનના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. ફિલ્મમાં તેની હાજરી હિટ થવાની ગેરંટી લાવે છે. સલમાનના પિતા પ્રખ્યાત ફિલ્મ લેખક સલીમ ખાન છે. તેની માતાનું નામ સુશીલા ચરક ઉર્ફે સલમા છે. સલમાન ખાનનું પૂરું નામ અબ્દુલ રાશિદ સલીમ ખાન છે. અરબાઝ અને સોહેલ ખાન તેના નાના ભાઈ છે. તો અલવીરા અને અર્પિતા બે બહેનો પણ છે.

નવા કલાકારોને બ્રેક અપાવવામાં સલમાન સૌથી આગળ:
સલમાન ખાન તેની ઉદારતા માટે આખા બોલિવૂડમાં એક અલગ ઓળખ ધરાવે છે. સલમાન ખાન નવા કલાકારોને બ્રેક આપવા માટે હંમેશા તત્પર રહે છે. સલમાનની મદદથી આજે ઘણા એવા કલાકારો છે જેમણે બોલીવુડમાં એન્ટ્રી કરી છે. સલમાન ખાને બોલીવુડમાં બીવી હો તો ઐસી ફિલ્મમાં સહાયક ભૂમિકાથી શરૂઆત કરી હતી. જો બોલિવૂડની પ્રથમ હિટ ફિલ્મ તેની મૈંને પ્યાર કિયા હતી. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

સલમાન ખાનની હિટ ફિલ્મનું લીસ્ટ છે ખુબ જ લાંબુ:
દર્શકોને દિવાના કરતી સલમાન ખાનની મુખ્ય ફિલ્મોમાં મૈંને પ્યાર કિયા, સાજન, સનમ બેવફા, હમ આપકે હૈ કૌન, કરણ-અર્જુન, જુડવા, પ્યાર કિયા તો ડરના ક્યા, બીવી નંબર વન, હમ દિલ દે ચૂકે સનમ, નો એન્ટ્રી, પાર્ટનર, વોન્ટેડ, દબંગ, રેડીનો સમાવેશ થાય છે. સાથે જ બોડીગાર્ડ, એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, દબંગ-2, કિક, બજરંગી ભાઈજાન, રાધે જેવી તો અનેક ફિલ્મો છે જેને હંમેશા સલમાન ખાનના ફેન્સ પસંદ કરે છે.

અનેક અભિનેત્રી સાથે અફરથી રહ્યા ચર્ચામાં:
સલમાન ખાનને જેટલી ફિલ્મો માટે ચર્ચા થઈ છે તેના કરતા વધુ તેના વિવાદોની ચર્ચા રહી છે. એવી જ રીતે અનેક અફેરમાં પણ ભાઈજાનનું નામ ચર્ચાના કેન્દ્રમાં રહી ચૂક્યું છે. શાહીન જાફરી સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. જાણિતા પત્રકાર અને લેખક જસીમ ખાને સલમાન ખાનની બાયોગ્રાફીમાં ખુલાસો કર્યો છે કે સલમાને પહેલા શાહીન જાફરીને ડેટ કરી હતી. મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ સંગીતા બિજલાની અને સલમાન ખાનના અફેરની પણ ખુબ ચર્ચા રહી હતી. વર્ષ 1999માં ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના અફેરની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. એટલું જ નહીં પણ કેટરીના કેફ સાથે પણ સલમાન ખાનનું નામ ચર્ચામાં રહ્યું છે.

ઈન્દોર સાથે બ્રેસલેટનું છે ખાસ કનેક્શન:
સલમાન ખાન એક ખાસ બ્રેસલેટ પહેરે છે જે તેના દરેક ફેન્સને ખબર છે. પરંતુ આ બ્રેસલેટનું ઈન્દોર સાથે ખાસ કનેક્શન જોડાયેલું છે. સલમાન જે બ્રેસલેટ પહેરે છે તે ફિરોઝા બ્રેસલેટ તેના કાકાએ ઈન્દોરથી ખરીદ્યું હતું અને તેના પિતા સલીમ ખાનને આપ્યું હતું. જ્યારે સલમાનની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી. ત્યારે તેના કાકાએ સલીમ ખાનને આ બ્રેસલેટ સલમાનને આપવાનું કહ્યું હતું. ત્યાર બાદથી સલમાન ખાને આ બ્રેસલેટ ક્યારે ઉતાર્યું નથી. સલમાન ખાન તે બ્રેસલેટ સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. તેનું બ્રેસલેટ એટલું લોકપ્રિય છે કે તે તેના ફેન્સ પણ આવું બ્રેસલેટ પહેરીને ફરતા જોવા મળે છે.

2023માં સલમાન ખાન ગ્રાન્ડ એન્ટ્રી માટે તૈયાર:
સલમાન ખાન 2023માં ગ્રાન્ડ એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સલમાન ખાન હિન્દી સિનેમાનો એકમાત્ર એવો સ્ટાર છે જેની ત્રણ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 300 કરોડની કમાણી કરી છે. જેમાં ટાઈગર ઝિંદા હૈ, બજરંગી ભાઈજાન અને સુલતાનનો સમાવેશ થાય છે. જો કે તે લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. પરંતુ ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. એવું માનવામાં આવે છે કે તે જાન્યુઆરીમાં શાહરૂખ ખાન સાથે પઠાણ ફિલ્મમાં જોવા મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More