નવી દિલ્હી : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાનો 53મો જન્મદિવસ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે સેલિબ્રેટ કર્યો છે. આ સેલિબ્રેશનમાં સલમાને બહુ જ મસ્તી કરી છે. આ પાર્ટીનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં સલમાન તેની ખાસ મિત્ર એવી સુસ્મિતા સેનને બાંહોમાં લઈને ધમાલ ડાન્સ કરી રહ્યો છે.
સલમાનનો પરિવાર ક્રિસમસ નાઇટથી જ તેના જન્મદિવસનું સેલિબ્રેશન શરૂ કરી દે છે. આ વખતે પણ આવું જ થયું છે. સલમાનની જુની મિત્ર અને બોલિવૂડ કો સ્ટાર સુસ્મિતા સેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પાર્ટીનો વીડિયો શેયર કર્યો છે. આમાં સુસ્મિતા અને સલમાન જુના મિત્રોની જેમ ગળે મળતા દેખાય છે. આ પછી બંને જે ડાન્સ કરે છે એને જોઈને બધાના હોંશ ઉડી જાય છે. વીડિયોમાં સુસ્મિતાએ સલમાન માટે એક સુપરક્યુટ મેસેજ પણ લખ્યો છે.
B'day : પહેલી જ ફિલ્મથી સુપરસ્ટાર બન્યો હતો સલમાન, 19 વર્ષની વયે 'આને' બનાવી હતી પહેલી પ્રેમિકા
સલમાનના આ બર્થ-ડે બાશમાં સોહેલ ખાન, અરબાઝ ખાન, અર્પિતા ખાન શર્મા, પિતા સલીમ ખાન અને માતા સિવાય અનિલ કપૂર, કેટરિના કૈફ, કૃતિ સેનન તેમજ મૌની રોય જેવા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. સુસ્મિતા અને સલમાને 'બીવી નંબર 1' (1999), 'તુમકો ન ભુલ પાએંગે' (2002) અને 'મૈંને પ્યાર ક્યૂં કિયા' (2005) જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે