Tiger 3 Trailer: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન તેની આવનાર ફિલ્મ ટાઈગર 3 ને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ સલમાન ખાનની આ ફિલ્મનું એક ટીઝર રિલીઝ થયું હતું જેના કારણે હવે લોકોમાં આ ફિલ્મનું ટ્રેલર જોવાની આતુરતા વધી છે. છેલ્લા ઘણા સમયથી ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને ટાઈગર 3ની ઝલક જોવા મળશે.
સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. ત્યારે ફિલ્મ મેકર્સ દ્વારા ટાઈગર 3 ના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. ટાઈગર 3 નું ટ્રેલર 16 ઓક્ટોબર 2023 ના રોજ રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો:
એકશન જોઈ જીવ થશે અદ્ધર, સંજય દત્તનો ખૂંખાર લુક ડરાવશે તમને, જુઓ લિયો ફિલ્મનું ટ્રેલર
Viral Video: શોર્ટ ડ્રેસમાં ભાંગડા કરતી Shehnaaz Gill થઈ Oops Moment નો શિકાર
ઓક્ટોબર મહિનો રહેશે જોરદાર, દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ થશે OTT પર થશે રિલીઝ
સલમાન ખાન અને કેટરીના કેફ ની ફિલ્મ ટાઈગર 3 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં યશરાજ ફિલ્મ્સ દ્વારા તેના ઓફિસિયલ ટ્વીટર પર ટાઈગર 3 ફિલ્મના ટ્રેલર અંગે અપડેટ શેર કરવામાં આવ્યું છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે ટાઈગર 3 નું ટ્રેલર 16 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. દિવાળી પર ટાઈગર 3 સિનેમા ઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.
#Tiger3Trailer coming to roar louder than ever on 16th October. #Tiger3 arriving in cinemas this Diwali. Releasing in Hindi, Tamil & Telugu. #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/7KzMZA8Nx4
— Yash Raj Films (@yrf) October 4, 2023
મનીષ શર્માના ડાયરેક્શનમાં બનેલી સલમાન ખાન અને કેટરીના કેફની ફિલ્મ ટાઈગર 3નું ટીઝર જોઈને લોકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. તેવામાં જ્યારથી ટ્વીટર પર ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે ત્યારથી ફેન્સ એવું પણ કહી રહ્યા છે કે ટાઈગર 3 પઠાણ અને જવાનનો રેકોર્ડ તોડી નાખશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે