મુંબઈ : બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન તેના જીવનમાં ખાસ મહત્વ ધરાવતી વ્યક્તિઓને મોંઘી ગિફ્ટ આપવા માટે જાણીતો છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં તેણે માતા સલમા ખાનને ભેટમાં એક લક્ઝરી એસયુવી કાર ગિફ્ટ છે. સલમાન તેની માતાની બહુ નજીક છે. તેને જ્યારે ખબર પડી કે સલમા ખાન છેલ્લા કેટલાક સમયથી રોજબરોજના કામ કરવા માટે એક કાર ખરીદવાનું વિચારી રહ્યા ત્યારે તેણે તાત્કાલિક ધોરણે કર્યું અને માતાને ફેન્સી SUV કાર ખરીદી ગિફ્ટમાં આપી.
ઇશાનને મળી ગોળના ગાડા જેવી ઓફર જેના માટે તરસે છે બોલિવૂડના ટોચના સ્ટાર્સ
સલમા ખાનને પણ જાણ નહોતી કે સલમાન તેમની માટે કાર ખરીદવાનો છે. તેને આ મોટી સરપ્રાઇઝ મળી છે. સલમાને પ્રેમથી ગિફ્ટમાં આપેલી કારનો માતા ઉપયોગ નહીં કરી શકે કારણ કે કાર થોડી ઊંચી છે. જેથી સલમાને બેસવા અને ઉતરવામાં મુશ્કેલી થઇ રહી છે. સલમાન આ પહેલા પણ નજીકના લોકોને મોંઘી કાર ગિફ્ટ કરી ચૂક્યો છે. આ પહેલા વર્ષ 2012માં સલમાને કેટરીના કૈફને એસયૂવી કાર ગિફ્ટ કરી હતી. જે બાદ સલમાને બહેન અર્પિતાના લગ્નમાં તેને રોલ્સ-રોયસ ફેન્ટમ કાર ભેટમાં આપી હતી.
સલમાન 53 વર્ષની વયે હજી અપરિણીત છે. સલમાનની માતા સલમાને પુત્રના લગ્નની બહુ ચિંતા છે. તે પણ ઇચ્છે છે કે તેના દીકરાનું ઘર વસી જાય. સલમાએ પોતાના પુત્ર માટે એક વહુ પણ પસંદ કરી લીધી છે. તેને કેટરિના કૈફ બહુ ગમે છે અને તેને પુત્રવધૂ તરીકે સ્વીકારવા પણ તૈયાર છે. સલમાનની માતા અને કેટરિના કૈફ વચ્ચે બહુ સારા સંબંધ છે. બન્નેની સાથેની તસવીરો પણ અવારનવાર જોવા મળે છે. હાલમાં જ સલમા એ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે તેને કેટરિના બહુ પસંદ છે. કેટરિના પણ સલમાનના ઘરે જાય છે ત્યારે તેની માતાને અચુક મળે જ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે