નવી દિલ્હી : બોલીવુડમાં (Bollywood) પોતાની સુંદરતાથી સૌને દિવાના બનાવી દેનાર નમ્રતા શિરોડકરે (Narmata Shirodkar) સાઉથ સુપર સ્ટાર મહેશ બાબૂ (Mahesh Babu) સાથે લગ્ન કરી બોલીવુડને અલવિદા કરી છે. નમ્રતા બે બાળકોની માતા છે અને ખુશહાલ જીવન જીવી રહી છે. આજે નમ્રતાનો જન્મદિવસ છે
સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂની પત્ની અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શિરોડકરની બહેન નમ્રતા શિરોડકરનો આજે જન્મ દિવસ છે. તેણીએ બોલીવુડમાં સલમાન ખાનની ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈ... થી શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણી બોલીવુડનો જાણીતો ચહેરો બની હતી. હિરો હિન્દુસ્તાની, કચ્ચે ધાગે, પુકાર, વાસ્તવ જેવી ફિલ્મોમાં સુંદર અભિનય કરી તેણી જાણીતી બની હતી.
નમ્રતાએ1993માં મિસ ઇન્ડિયા ટાઇટલ જીત્યું હતું. તેણીએ મિસ યુનિવર્સ માટે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. જેમાં ટોપ 6માં રહી હતી.
બોલીવુડમાં નમ્રતાએ સલમાન ખાનની ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈ... થી શરૂઆત કરી હતી. આ ફિલ્મનું ગીત ઓ જાના, યે માના, તૂ હૈ મેરા દિવાના.... સુપરહિટ રહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે