મુંબઈ : બોલિવૂડ સ્ટાર સલમાન ખાન (Salman Khan)નો જન્મદિવસ દર 27 ડિસેમ્બરના દિવસે તેના પનવેલના ફાર્મહાઉસ ખાતે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જોકે, આ વર્ષે સલમાનના જન્મદિવસે બહેન અર્પિતા ખાન શર્માએ દીકરી આયતને જન્મ આપ્યો હતો અને આ દિવસે પરિવાર નવા મહેમાનના આગમનની ઉજવણીમાં વ્યસ્ત હતો. જોકે સલમાને મોડેથી પણ જન્મદિવસની પાર્ટીના બદલે ખાસ ન્યૂ યરની પાર્ટી આપી હતી. આ પાર્ટી પછી નવા વર્ષની સવારે સલમાનના પનવેલમાં મહેમાનોની હાજરી જોવા મળી હતી જેમાં એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની હાજરી ચર્ચાસ્પદ સાબિત થઈ છે. આ ફાર્મહાઉસ પર સંગીતા સિવાય વર્ધા નડિયાદવાલા અને ડેઇઝી શાહ પણ જોવા મળ્યા છે.
સંગીતા બિજલાનીએ ૧૯૮૦માં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો. જોકે તે મિસ ઈન્ડિયાની સ્પર્ધા કરતા સલમાન ખાન સાથેના પોતાના અફેરને લઈને વધુ ચર્ચામાં રહી. 'બીઈંગ સલમાન'નામના પુસ્તકમાં કરવામાં આવેલ ઉલ્લેખ પ્રમાણે સલમાનને એના પરિવાર પાસેથી સંગીતા સાથે લગ્ન કરવાની પરવાનગી મળી ગઈ હતી પરંતુ કેટલાક મતેભેદોના કારણે બંનેએ લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો. કેટલાક રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું કે સલમાનના સોમી અલી સાથેના ગાઢ સંબંધો સંગીતાને ખુંચતા હોવાથી આ સંબંધનો અંત આવી ગયો. બાદમાં સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન સાથે વિવાહ કરી લીધા. જોકે 2010માં સંગીતા અને અઝહરુદ્દીનના સંબંધોનો પણ અંત આવી ગયો છે અને ત્યારથી સંગીતા એક્સ બોયફ્રેન્ડ સલમાનના તમામ પારિવારિક પ્રસંગોમાં જોવા મળે છે.
સાંસદ રવિ કિશનના પિતાનું નિધન, એક્ટરે કર્યા મોટા ખુલાસા
સલમાનના અંગત જીવનની વાત કરીએ તો એ જ્યારે 19 વર્ષનો હતો ત્યારથી છોકરીઓને ડેટ કરતો હતો. 19 વર્ષની ઉંમરે સલમાન એક્ટર અશોક કુમારની પૌત્રી શાહીન જાફરીને ડેટ કરી રહ્યા હતા. શાહીનને મળવા માટે સલમાન કલાકો સુધી તેની કોલેજની બહાર રાહ જોતો હતો. આ લવ સ્ટોરી એ સમયની છે જ્યારે સલમાન ફિલ્મોમાં કામ પણ નહોતો કરતો અને તે મુંબઈની સેન્ટ ઝેવિયર કોલેજમાં સેકન્ડ યરનો સ્ટૂડન્ટ હતો. એવું પણ કહેવાય છે કે સલમાન ખાને શાહીનની મુલાકાત તેના પરિવાર સાથે પણ કરાવી હતી. બંનેનો પરિવાર આ સંબંધ માટે તૈયાર હતો. જોકે, વાત આગળ વધે એ પહેલાં જ સલમાનનું બ્રેક અપ થઈ ગયું હતું. એવું કહેવાય છે કે, સલમાન અને શાહીનના સંબંધો વચ્ચે સંગીતા બિજલાની આવી ગઈ હતી અને તેના કારણે તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. સલમાન અને શાહીન મોટાભાગે હોટલ 'સી રૉક'ના હેલ્થ ક્લબમાં જતા હતા. આ જ ક્લબમાં જ સંગીતા બિજલાની પણ આવતી હતી. એ દિવસોમાં સંગીતાનું તેના બોયફ્રેન્ડ બિંજૂ અલી સાથે બ્રેકઅપ થયું હતું. આ દરમિયાન તે સલમાનની વધુ નજીક આવી ગઈ અને શાહીન સાથે સલમાનનું અંતર વધતું ગયું અને આ રીતે સલમાન અને શાહીનના સંબંધનો અંત આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે