નવી દિલ્હી: સલમાન ખાન બે દાયકાથી પણ વધારે સમયથી બોલીવુડના ફિટનેસ આઇકોન છે. તેમણે ઋતિક રોશન અને ટાઇગર શ્રોફ જેવા દમદાર એક્શન હિરોને ફિટનેસ મંત્ર આપ્યો છે. એટલા માટે જ્યારે પણ તેમનો જીમમાં એક્સર્સાઇઝ કરતો વીડિયો સામે આવતા જ વાયરલ થઇ જાય છે. એવો જ વીડિયો ફરી એકવાર સલમાન ખાનની સોશિયલ મીડિયા વોલ પર પણ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે સલમાન ખાનને માત્ર પોતાના ફિટ હોવા પર ફોકસ નથી પરંતુ ફેન્સ માટે પણ એક સ્પેશિયલ મેસેજ આપવાનો પ્રયત્નમાં છે.
વધુમાં વાંચો: પૈસાની તંગીએ બનાવ્યા હતા ચોકીદાર, હવે બિપાશા બસુની ફિલ્મમાં જોવા મળશે આ અભિનેતા
આ વીડિયોમાં સલમાન ખાન તેની મસલ્સ પર ફોકસ કરતા જોવા મળી રહ્યાં છે, વીડિયો જોઇને લાગી રહ્યું છે કે તેઓ તેમના દરેક જીમના મશીનોને ખૂબ નજીક બતાવવા માંગે છે. અહીં લગભગ એક મિનિટના વીડિયોમાં સલમાન તેમના સિગ્નેચર શર્ટલેસ સ્ટાઇલમાં જીમ કરતા પહેલા કરતા પણ ઘણા સ્ટ્રોગ જોવા મળી રહ્યાં છે. જુઓ વીડિયો...
Launching @beingstrongind for all your fitness needs! Let’s #BeStrong together!
Video Credits: @HaiderKhanMe pic.twitter.com/8jb2hrgQJs— Salman Khan (@BeingSalmanKhan) March 26, 2019
સલમાને આ વીડિયોના છેલ્લા ભાગમાં તેમના ફેન્સથી ‘બીઇંગ સ્ટ્રોંગ’ થવાની વાત કરી છે. તો જ્યારે તમે આ વીડિયોના કેપ્શન જોવો છો તો જોવા મળે છે કે સલમાન તેમની ફિટનેસના દિવાનાઓ માટે તેમની નવી બ્રાંડ બીઇંગ સ્ટ્રોંગને લોન્ચ અને પ્રમોટ કરવાની કવાયતમાં લાગ્યા છે. આ એક જીમ ચેન છે. જે સલમાન ખાનના એનજીઓ ‘બીઇંગ હ્યૂમન’થી સંચાલી છે.
વધુમાં વાંચો: આલિયા-રણબીરનો 'ઇશ્ક વાલા લવ' ડાન્ય થયો વાયરલ, જુઓ Video
જણાવી દઇએ કે, સલમાન ખાન જલ્હી અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે. ફિલ્મ આ ઇદ પર રિલીઝ થવાની છે. જેમાં કેટરીના કેફ, દિશા પટણી, તબ્બૂ, સુનીલ ગ્રોવર, જૈકી શ્રોર્ફ અને અન્ય પ્રમુખ ભૂમિકાઓમાં છે. અતુલ અગ્નિહોત્રી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં વરૂણ ધવન કૈમિયો કરતા જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે