Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન ખાને પહેલીવાર ગંભીર ઈજાને લઈને તોડ્યું મૌન, દર્દથી કણસતો જોવા મળ્યો હતો ભાઈજાન

Salman Khan Health Update : સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ છે તેવા સમાચાર વાયુવેગે ફેલાતા ખુદ એક્ટરે આ અંગેનો ખુલાસો કર્યો 

સલમાન ખાને પહેલીવાર ગંભીર ઈજાને લઈને તોડ્યું મૌન, દર્દથી કણસતો જોવા મળ્યો હતો ભાઈજાન

Bigboss 18 : સલમાન ખાન (Salman Khan) એ બોલિવૂડનો સ્ટાર છે. હાલમાં જ સલમાન ખાને એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં તે પાંસળીના દુખાવાથી કણસતો જોવા મળ્યો હતો. જે બાદ ચર્ચાએ જોર પકડ્યું કે ભાઈજાનને કોઈ સમસ્યા છે. હવે આ મામલે ખુદ સલમાને પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું છે કે તેની બે પાંસળીઓ તૂટી ગઈ છે જેના કારણે તે પીડામાં છે.

fallbacks

સલમાન ખાનના (Salman Khan) કરોડો ચાહકો છે. એને એક નજર જોવા માટે લોકો લાઈનો લગાવીને ઉભા રહે છે. સલમાન એ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ સુપરસ્ટાર્સમાંથી એક છે. ચાહકો તેની સાથે જોડાયેલી દરેક નાની-મોટી માહિતી જાણવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. તાજેતરમાં, ભાઈજાનના ચાહકોની ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે તેઓએ સલમાનને એક ઈવેન્ટ દરમિયાન તેની પાંસળીમાં દુખાવાથી પિડાતો જોયો.

આ પછી આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા કે સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ છે અને હજુ પણ પોતાનું કામ ચાલુ રાખી રહ્યો છે. હવે સિકંદર (Sikandar Movie) ફિલ્મ કલાકારે પોતે જ તેની ઈજા પર મૌન તોડ્યું છે અને કહ્યું છે કે તેની બે પાંસળી તૂટી ગઈ છે.

વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે, બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ

સલમાનની પાંસળીમાં ગંભીર ઈજા
5 સપ્ટેમ્બરે સલમાન ખાન મુંબઈના (Mumbai) ગોરેગાંવ ફિલ્મ સિટીમાં જોવા મળ્યો હતો. પાપારાઝીઓએ સોશિયલ મીડિયા (Social Media) પર ભાઈજાનની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ દરમિયાન બોલિવૂડ સોસાયટીમાં સલમાનનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. જેમાં અભિનેતાની આસપાસ પાપારાઝીઓની ભીડ જોવા મળે છે.

આ દરમિયાન સલમાન ખાને (Salman Khan) ખુલાસો કર્યો હતો કે સંભાલ કે ભાઈ લોગ, આરામ સે, બે પાંસળી તૂટી ગઈ છે. આ રીતે સલમાને પોતે પોતાની ઈજા વિશે ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે શા માટે તે દર્દથી કણસતો જોવા મળ્યો હતો. જો કે તેને આ ઈજા કેવી રીતે થઈ તે અંગે તેણે કોઈ માહિતી આપી નથી.

પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સલમાનને તેની આગામી ફિલ્મ સિકંદરની (Sikandar Movie)એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન આ ઈજા થઈ હતી, જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો.

સલમાન બિગ બોસ 18માં દેખાશે
કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન તેના રિયાલિટી શો બિગ બોસ 18ના (Big Boss 18) શૂટિંગ માટે ગોરેગાંવ ફિલ્મ સિટી ગયો છે. સલમાન અહીં બિગ બોસ સીઝન 18 નો પ્રોમો શૂટ કરવા આવ્યો હતો. હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે હોસ્ટ તરીકે બિગ બોસ સ્ટેજ પર ભાઈજાન વાપસી કરશે.

સપ્ટેમ્બરના 7 દિવસ માટે તોફાની આગાહી, કોઈ જિલ્લો કોરો નહિ રહે, હવામાન વિભાગે કોને આપ્યું એલર્ટ જાણો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More