Home> Entertainment
Advertisement
Prev
Next

‘Bigg Boss’ના સેટ પર સલમાન ખાને ઉડાવી પ્રિયંકા ચોપડાની મજાક, જાણો શું કહ્યું!

સલમાન ખાનના આ શોની નવી સીઝનમાં આ વખતે શોમાં કપલને એન્ટ્રી આપવામાં આવશે. કોમેડિયન કલાકાર ભારતી અને તેના પતિ હર્ષ પણ આ ઘરમાં કન્ટેસ્ટેન્ટ કપલ તરીકે અન્ટ્રી કરવાના છે.

‘Bigg Boss’ના સેટ પર સલમાન ખાને ઉડાવી પ્રિયંકા ચોપડાની મજાક, જાણો શું કહ્યું!

નવી દિલ્હી: ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપડાએ ભલે સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં કામ કરવાની ના પાડી દીધી હોય. પરંતુ લાગે છે કે સલમાન ખાન પ્રિયંકાને એટલું જલ્દી છોડશે નહી. આ પહેલા પ્રિયંકા પર વાત કરી ચુકેલા સલમાન ખાન ફરી એક વાર તેણે પ્રિયંકાની મજાક ઉડાવી છે. સલમાન ખાને બિગ બોસની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રિયંકા ચોપડાની મજાક ઉડાવી હતી. સલમાન ખાનના સુપરહિટ રિયાલિટી શો બિગ બોસની પ્રેસ કોન્ફરન્સનું મંગળવારે ગોવામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાન દર વખતની જેમ આ વખતે પણ જોશમાં જોવા મળ્યો હતો. પરંતુ જેવી જ ‘દબંગ’ ખાનને તક મળી કે તેણે દેશી ગર્લની મજાક ઉડાવી દીધી હતી.

fallbacks

સલમાન ખાને મસ્તી-મસ્તીમાં કોમેડિયન ભારતી અને હર્ષનો પરિચય કરાવતા કહ્યું કે, ‘સાચું તો છે, પ્રિયંકાએ છોડી ‘ભારત’ અને (પોતાની તરફ ઇશારો કરતા) ભારત, ભારતીને ભારતીયોના બિગ બોસમાં લઇને આવ્યા છે. જણાવી દઇએ કે ફિલ્મ ‘ભારત’માં સલમાન ખાનની સાથે પ્રિયંકા ચોપડા લીડિંગ લેડી તરીકે કામ કરવાની હતી. પ્રિયંકાએ આ ફિલ્મ છોડ્યા બાદ હવે કેટરીના કેફે આ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જોકે ફિલ્મ છોડ્યા બાદ પ્રિયંકા ચોપડાએ તેના વિદેશી બોયફ્રેન્ડ નિક જોનાસની સાથે સગાઇ કરી લીધી છે.

સલમાન ખાનના આ શોની નવી સીઝનમાં આ વખતે શોમાં કપલને એન્ટ્રી આપવામાં આવશે. કોમેડિયન કલાકાર ભારતી અને તેના પતિ હર્ષ પણ આ ઘરમાં કન્ટેસ્ટેન્ટ કપલ તરીકે અન્ટ્રી કરવાના છે. બિગ બોસ સીઝન 12માં કપલની સાથે કન્ટેસ્ટેન્ટ એન્ટ્રી કરશે અને બિગ-બોસ સીઝનના અંત સુધી રહવાનો પ્રયત્ન કરશે. કોમેડિયન ભારતી અને તેના પતિ હર્ષ આ સીઝનના કન્ફર્મ ગેસ્ટ છે જેમનો સલમાન ખાને પરિચય કરાવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More