Home> Entertainment
Advertisement
Prev
Next

એક એક્ટ્રેસના ચક્કરમાં સલમાને છોડી દીધી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ! ચોંકાવનારો વળાંક

બોલિવૂડના દબંગ સલમાન ખાન અને આલિયા ભટ્ટને ચમકાવતી આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહ પહેલા આવતા વર્ષે ઇદ પર રિલીઝ થવાની હતી પણ સલમાને એક ટ્વીટ કરીને મોટી સ્પષ્ટતા કરી છે

એક એક્ટ્રેસના ચક્કરમાં સલમાને છોડી દીધી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ! ચોંકાવનારો વળાંક

નવી દિલ્હી : બોલિવૂડના દબંગ સલમાન ખાન અને આલિયા ભટ્ટને ચમકાવતી આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહ પહેલા આવતા વર્ષે ઇદ પર રિલીઝ થવાની હતી પણ સલમાને એક ટ્વીટ કરીને મોટી સ્પષ્ટતા કરી છે. સલમાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ આગળ ઠેલાઈ છે પણ હજી પણ હું તમને બધાને ઇદ, 2020ના દિવસે મળીશ. જોકે હવે લેટેસ્ટ ચર્ચા છે કે સલમાને આખરે આ ફિલ્મ છોડી દીધી છે અને એનું કારણ છે એક હિરોઇન.

fallbacks

મળતા સમાચાર પ્રમાણે આ ફિલ્મને હાલ પૂરતી અભેરાઈ પર ચડાવી દેવામાં આવી છે અને સલમાને આ પ્રોજેક્ટ છોડી દીધો છે. રિપોર્ટ પ્રમાણે સલમાન અને ભણસાલી વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન પ્રોજેક્ટમાં જરૂર કરતા વધારે દખલગીરી કરી રહ્યો હતો જે ભણસાલીને પસંદ આવ્યું નહીં. હવે સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે સલમાન ખાન ઈન્શાઅલ્લાહમાં ડેઇઝી શાહનું કાસ્ટિંગ કરવામાં માગતો હતો. જોકે સંજય લીલા ભણસાલી આ માટે બિલકુલ તૈયાર નહોતા. આ મુદ્દે તેમની વચ્ચે અંટસ વધી ગઈ અને આ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે રિપોર્ટ પ્રમાણે ભલે તેઓ ઈન્શાઅલ્લાહમાં સાથે કામ કરી રહ્યા નથી, પરંતુ તેમના સંબંધોમાં કડવાશ આવી નથી.

બોલિવૂડના અપડેટ્સ પ્રમાણે સલમાન ખાને આ પ્રોજેક્ટમાં કામ ન કરવાનો નિર્ણય લીધા બાદ આ ફિલ્મમાં રણવીર સિંહ તેની જગ્યા લઈ શકે છે. રણવીર અને સંજય લીલા ભણસાલીના સંબંધો બહુ સારા છે. બંનેએ સાથે ગોલિયો કી રાસલીલા રામ-લીલા, બાજીરાવ-મસ્તાની અને પદ્માવત જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More