Salman Khan Maintain Distance From Jacqueline Fernandez: બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ હાલ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચામાં છે. આ મામલે અનેકવાર તેની પૂછપરછ પણ થઈ ચૂકી છે. કહેવાય છે કે દિલ્હી પોલીસે અભિનેત્રીની અનેક કલાકો સુધી પૂછપરછ કરી હ તી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જેકલીન ફર્નાન્ડિસ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે રિલેશનશીપમાં પણ હતી. જો કે જેકલીન ફર્નાન્ડિઝ જ નહીં પરંતુ આ મામલે તો અનેક અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે. પરંતુ જેકલીનની મુસીબતો ઓછી થવાનું નામ જ નથી લેતી. હવે તેના ખાસમખાસ મિત્રએ પણ તેનાથી અંતર જાળવી લીધુ છે.
સલમાને જાળવ્યું અંતર
મળતી માહિતી મુજબ જેકલીન ફર્નાન્ડિસનું નામ જ્યારથી મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું છે ત્યારથી અભિનેત્રી પોતાને એકલી ફીલ કરી રહી છે. સુકેશ ચંદ્રશેખર સાથે નામ જોડાયા બાદ તેની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કથિત રીતે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસનું નામ સંકળાયા બાદ અભિનેત્રીથી મોટાભાગના મિત્રોએ હવે અંતર જાળવી લીધુ છે. રિપોર્ટ્સ મુજબ આ મિત્રોમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન પણ સામેલ છે. કહેવાય છે કે સલમાન ખાને 'કિક' અભિનેત્રીથી અંતર જાળવી લીધુ છે.
સલમાને સુકેશથી અંતર જાળવવા કહ્યું
સલમાન ખાન હંમેશા મિત્રોના મુશ્કેલ સમયમાં તેમની પડખે રહે છે. પરંતુ જેકલીન ફર્નાન્ડિસના કેસમાં ભાઈજાને અંતર જાળવ્યું છે. મીડ-ડેના એક રિપોર્ટ મુજબ સલમાન ખાન હવે કાનૂની આંટીગૂંટીમાં પડવા માંગતો નથી. હાલ અભિનેતા પોતે અનેક કોર્ટ કેસ સામે ઝઝૂમી રહ્યો છે. સલમાન ખાને જેકલીન ફર્નાન્ડિસને સુકેશ સાથે ન રહેવાની સલાહ પણ આપી હતી પરંતુ અભિનેત્રીએ વાત ન સાંભળી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે