Home> Entertainment
Advertisement
Prev
Next

Salman Khan એ Mirabai Chanu સાથે શેર કર્યો ફોટો અને લોકો કરવા લાગ્યા બીજી વાતો!

બોલીવુડના 'દબંગ' સલમાન ખાને (Salman Khan) સોશલ મીડિય પર મીરાબાઈ ચાનૂની સાથે એક ફોટો શેર કર્યો છે જેને લઈને જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Salman Khan એ Mirabai Chanu સાથે શેર કર્યો ફોટો અને લોકો કરવા લાગ્યા બીજી વાતો!

નવી દિલ્લીઃ બોલીવુડના 'દબંગ' સલમાન ખાને (Salman Khan) સોશલ મીડિય પર મીરાબાઈ ચાનૂની સાથે એક ફોટો શેર કર્યો છે જેને લઈને જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ટોકિયો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતને પહેલો પદક અપાવનારી વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (Saikhom Mirabai Chanu) એ 'દબંગ' સલમાન ખાન (Salman Khan) સાથે મુલાકાત કરી હતી.

fallbacks

 

તેમની આ મુલાકાતનો ફોટો સોશલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો સલમાન ખાન પર મીમ્સ બનાવી રહ્યા છે. સલમાનના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટામાં લોકોને કઈક એવું જોવા મળ્યું કે લોકો તેને સલમાન ખાન સાથેનો જુનો સબંધ બતાવવા લાગ્યા. હવે તમે વીચારી રહ્યા હશો છે આખરે આ ફોટામાં એવું તો શું છે?

 

 

સલમાન ખાને મીરાબાઈની સાથે જે ફોટો શેર કર્યો છે તેમાં સલમાને એક સન્માન કરવામાં આવતી સોલ ઓઠેલી છે. આ સોલ મીરાએ સલમાનને ગીફ્ટ કરી હતી. આ સાલ પર કાળા હરણનો ફોટો છાપેલો જોવા મળ્યો, હરણનો ફોટો જોઈ લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરવા લાગ્યા. થોડાક જ કલાકમાં ફોટો જબરદસ્ત વાયરલ થઈ ગયો. ફોટો શેર કરતા સમયે સલમાને લખ્યું,'સિલ્વર મેડલ જીતવાવાળી મીરાબાઈ ચાનૂ , તમારા માટે ખૂબ ખુશ છું. તમારી સાથેની મુલાકાત સારી રહી.

 

 

જોધપુરના કાળા હરણ કેસમાં સલમાન ખાનને ખૂબ પરેશાન કર્યા છે. તમને જણાવી દઈએ કે, મીરાબાઈને વેટલિફ્ટિંગમાં દેશ માટે રજત પદક જીત્યો છે. જો વાત સલમાન ખાનના વર્ક ફ્રંટની કરીએ તો સલમાન ખાન તાજેતરમાં જ રાધે ફિલ્મમાં જોવા મળ્યા હતા. હવે સલમાન 'ટાયગર 3' ની તૈયારીઓમાં લાગેલા છે. આ સાથે સલમાન ખાન શારૂખ ખાનની ફિલ્મ પઠાનમાં પણ જોવા મળે તેવા સમાચાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More