Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: આ ચુલબુલી અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો સલમાન, નામ જાણીને ચોંકશો

સલમાન ખાનની ફિલ્મોની સાથે સાથે તેની લવ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહી છે. સોમી અલી, સંગીતા બિજલાણી, એશ્વર્યા રાયથી લઈને કેટરીના કૈફ સુધી જે કોઈ તેના મન સુધી પહોંચ્યું તે ચર્ચામાં આવી ગયું. આ અફેર છતાં સલમાન ખાન 54 વર્ષની ઉંમરે હજુ પણ કુંવારો છે. પરંતુ શું તમને ખબર છે કે બોલિવૂડમાં એક સમયે ટોચની હિરોઈનોમાં સામેલ જૂહી ચાવલા માટે સલમાન ખાનના હ્રદયમાં પ્રેમના ફણગા ફૂટ્યા હતાં. એટલું જ નહીં સલમાન ખાન તો જૂહી ચાવલા સાથે લગ્ન કરીને તેને પોતાની દુલ્હન પણ બનાવવા માંગતો હતો. પરંતુ તેમના સંબંધની વચ્ચે આવી ગયા જૂહી ચાવલાના પિતાજી. 

VIDEO: આ ચુલબુલી અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો સલમાન, નામ જાણીને ચોંકશો

નવી દિલ્હી: સલમાન ખાનની ફિલ્મોની સાથે સાથે તેની લવ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહી છે. સોમી અલી, સંગીતા બિજલાણી, એશ્વર્યા રાયથી લઈને કેટરીના કૈફ સુધી જે કોઈ તેના મન સુધી પહોંચ્યું તે ચર્ચામાં આવી ગયું. આ અફેર છતાં સલમાન ખાન 54 વર્ષની ઉંમરે હજુ પણ કુંવારો છે. પરંતુ શું તમને ખબર છે કે બોલિવૂડમાં એક સમયે ટોચની હિરોઈનોમાં સામેલ જૂહી ચાવલા માટે સલમાન ખાનના હ્રદયમાં પ્રેમના ફણગા ફૂટ્યા હતાં. એટલું જ નહીં સલમાન ખાન તો જૂહી ચાવલા સાથે લગ્ન કરીને તેને પોતાની દુલ્હન પણ બનાવવા માંગતો હતો. પરંતુ તેમના સંબંધની વચ્ચે આવી ગયા જૂહી ચાવલાના પિતાજી. 

fallbacks

fallbacks

સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખુલાસો કરતો જોવા મળે છે કે કેવી રીતે જૂહી ચાવલા સાથે લગ્ન કરવાની પ્રપોઝલને લઈને તેઓ તેના ઘરે પહોંચ્યા હતાં અને ત્યાં જૂહીના પિતાએ આ સંબંધ માટે ના પાડી દીધી. જ્યારે સલમાન ખાનને સવાલ કરવામાં આવ્યો કે જૂહીના પિતાએ આ સંબંધ માટે ના કેમ પાડી તો તેના પર સલમાન ખાને કહ્યું કે 'ખબર નહીં તેમને શું જોઈતું હતું. કદાચ હું તેમની પુત્રી માટે લાયક નહતો.' 

અત્રે જણાવવાનું કે સલમાન ખાન અને જૂહી ચાવલાએ કોઈ પણ બોલિવૂડ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી. આ સવાલના જવાબમાં સલમાન ખાને કહ્યું કે જૂહી મારી સાથે કામ કરવા માંગતી નહતી. જો કે 1997માં દીવાના મસ્તાના ફિલ્મના એક સીન દરમિયાન સલમાન ખાન અને જૂહી ચાવલાનો એક કોર્ટ મેરેજ સીન જોવા મળ્યો હતો. 

જુઓ VIRAL થયેલો VIDEO 

સલમાન ખાનના અનેક જૂના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ સલમાન ખાનનું બે ગીત પ્યાર કરોના અને તેરે બીના રિલીઝ થયા છે. જો કે તેના ફેન્સને આ ગીત ખુબ ગમી રહ્યાં છે. સલમાન ખાન લોકડાઉન અગાઉ ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું શુટિંગ કરી રહ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે સલમાન ખાનની આ ફિલ્મ ડિજિટલ રિલીઝ થાય છે કે થિયેટરોમાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More