Home> Entertainment
Advertisement
Prev
Next

ક્રિસમસ પર 'દબંગ 3' લાવી રહ્યો છે સલમાન ખાન, 4 ભાષામાં થશે ચુલબુલ પાન્ડેનું સ્વાગત

આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે એકવાર ફરી તેની પત્નીના રૂપમાં સોનાક્ષી સિન્હા જોવા મળી રહી છે. આ સિવાય અરબાઝ ખાન, માહી ગિલ, પંકલ ત્રિપાઠી, મહેશ માંજરેકર જેવા કલાકાર જોવા મળશે.

ક્રિસમસ પર 'દબંગ 3' લાવી રહ્યો છે સલમાન ખાન, 4 ભાષામાં થશે ચુલબુલ પાન્ડેનું સ્વાગત

નવી દિલ્હીઃ સલમાન ખાનની આવનારી 'દબંગ 3'ની રિલીઝ ડેટની ફેન્સ રાહ જોઈ રહ્યં હતા, જેનો ખુલાસો બુધવારે સલમાન ખાને કરી દીધો છે. આમ તો પહેલાથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સલમાન ખાનની આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ અત્યાર સુધી તેની રિલીઝ ડેટ ફાઇનલ થઈ નથી. સલમાન ખાને બુધવારે ટ્વીટ કરીને સ્પષ્ટ કરી દીધુ કે તેની ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એટલું જ નહીં, અત્યાર સુધી માત્ર હિન્દીમાં રિલીઝ થનારી સલમાન ખાનની આ ફિલ્મ હવે ચાર ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. 

fallbacks

'દબંગ 3'ના ડાયરેક્ટર પ્રભુદેવા છે અને તેને સલમાન ખાન અને અરબાઝ ખાન પ્રોડક્શન હાઉસ પ્રોડ્યૂઝ કરી રહ્યાં છે. આ ફિલ્મ 2012મા આવેલી ''દબંગ'ની સિક્વલ છે. સલમાને તે પણ જાહેરાત કરી કે આ ફિલ્મ હિન્દી સિવાય, તેલુગૂ, તમિલ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. 

પરિણીતી ચોપરા લોહીથી લથપથ... ધ ગર્લ ઓન ધ ટ્રેન ફર્સ્ટ લૂક, જુઓ Photo

સલમાન બુધવારે પોતાના ડાયરેક્ટર પ્રભુદેવાની સાથે એક ફોટો શેર કરતા લખ્યું, 'ચુલબુલ પાંડે 20 ડિસેમ્બરે હિન્દી, કન્નડ, તમિલ અને તેલુગૂમાં તમારી પાસે આવી રહ્યો છે.'

આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે એકવાર ફરી તેની પત્નીના રૂપમાં સોનાક્ષી સિન્હા જોવા મળી રહી છે. આ સિવાય અરબાઝ ખાન, માહી ગિલ, પંકલ ત્રિપાઠી, મહેશ માંજરેકર જેવા કલાકાર જોવા મળશે. આ વખતે ફિલ્મમાં મૌની રાય અને અભિનેત્રી વારિના હુસૈન પણ જોવા મળશે. આ ફિલ્મથી અભિનેતા મહેશ માંજરેકરની પુત્રી સાઈ પણ બોલીવુડમાં પર્દાપણ કરવા જઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More