Home> Entertainment
Advertisement
Prev
Next

Salman Khan Dengue: સલમાન ખાનને થયો ડેન્ગ્યુ, હવે આ સ્ટાર બિગબોસ હોસ્ટ કરશે

Salman Khan Suffering From Dengue : દિવાળી પહેલા જ સુપરસ્ટાર સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે... જેને કારણે તેમણે પોતાના તમામ શુટિંગ કેન્સલ કર્યા છે... જેની સીધી અસર હાલના બિગબોસ શો પર થઈ છે... જાણો હવે કોણ આ શો હોસ્ટ કરશે 
 

Salman Khan Dengue: સલમાન ખાનને થયો ડેન્ગ્યુ, હવે આ સ્ટાર બિગબોસ હોસ્ટ કરશે

Salman Khan Cancels Shooting: સુપરસ્ટાર સલમાન ખાનને ડેન્ગ્યુ થઈ ગયો છે. રિપોર્ટસ અનુસાર કહેવાય છે કે, ડેન્ગ્યુને કારણે સલમાન ખાને તેમના આગામી તમામ પ્રોજેક્ટ્સનું શુટિંગ કેન્સલ કર્યું છે. કહેવાય છે કે, આગામી થોડા સપ્તાહ માટે સલમાન ખાન બિગબોસનો શો હોસ્ટ નહિ કરી શકે. સલમાન ખાનના ડેન્ગ્યુના સમાચાર બહાર આવતા જ તેમના ફેન્સમાં નિરાશા વ્યાપી ગઈ છે. 

fallbacks

કરણ જોહર શો હોસ્ટ કરશે
બિગબોસ શોમાં વિવાદ પૂરા થઈ રહ્યા નથી. ત્યારે આ વખતની સીઝન પણ વિવાદોથી ભરપૂર છે. સલમાન ખાનના શોના હોસ્ટ કરવાથી તેને ચાર ચાંદ લાગી જાય છે. સલમાન ખાન સપ્તાહમાં બે દિવસ શો હોસ્ટ કરે છે. પરંતુ હાલ તેઓ ડેન્ગ્યુગ્રસ્ત હોવાથી તેમનુ થોડા સમય સુધી શોમાં દેખાવુ મુશ્કેલ છે. આવામાં સલમાન ખાનની ગેરહાજરીમાં કરણ જોહર આ શો હોસ્ટ કરશે. 

આ પણ વાંચો : ગુજરાતના આકાશમાં એલિયન દેખાયું? રહસ્યમયી ચળકતી ચીજ દેખાતા લોકો કુતૂહલ સર્જાયું

સલમાન ખાન આરામ કરશે
શોમાં આગામી કેટલાક સપ્તાહમાં સલમાન ખાન નજર નહિ આવે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે, અને ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. તેથી તેઓ હાલ તમામ પ્રકારના શુટિંગથી દૂર રહેશે અને આરામ કરશે. 

કરણ જોહર જૂના જોગી
કહેવાય છે કે, સલમાન ખાને થોડા સમય માટે બિગબોસ 16 હોસ્ટ કરવાથી બ્રેક લીધો છે. તેથી કરણ જોહર હવે મોરચો સંભાળશે. કરણ પહેલા પણ બિગબોસ ઓટીટી હોસ્ટ કરી ચૂક્યા છે. કહેવાય છે કે, સલમાન ખાને ખુદ કરણ જોહરને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે, પોતાની ગેરહાજરીમાં કરણ શો હોસ્ટ કરે. 

કહેવાય છે કે, કરણ જોહર સલમાન ખાનનો આદર રાખે છે. કારણ કે, જ્યારે કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં અનેક સ્ટાર્સે સાઈડ રોલ માટે ના પાડી હતી, ત્યારે એકમાત્ર સલમાન આ રોલ કરવા રાજી થયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More