Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાને જાહેરમાં કરી નાખ્યા રણવીરની આબરૂના કાંકરા, જુઓ Video

'બિગ બોસ 12'ની લોન્ચ ઇન્વેટમાં આ ઘટના બની છે

સલમાને જાહેરમાં કરી નાખ્યા રણવીરની આબરૂના કાંકરા, જુઓ Video

મુંબઈ : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પોતાની એનર્જીને કારણે જેટલો લોકપ્રિય છે એટલો જ પોતાના સ્ટાઇલિશ કપડાઓને કારણે. તેના સ્ટાઇલિશ કપડાં મોટાભાગે મીડિયાને ચોંકાવી દે છે. રણવીરની આ સ્ટાઇલ પર દીપિકા પાદુકોણ પણ ફિદા છે. 

fallbacks

રણવીરની આ કપડાં પહેરવાની સ્ટાઇલ પર તેની ગર્લફ્રેન્ડ દીપિકા ઘણીવાર સોશિયલ મીડિયા પર મજાક કરી લેતી હોય છે. હાલમાં જ દીપિકાએ રણવીરની અનેક તસવીર પર કમેન્ટ કરીને તેની મજાક ઉડાવી હતી. દીપિકા પછી હવે સલમાન ખાને પણ રણવીરની ડ્રેસિંગ સ્ટાઇલ પર નિશાન સાધ્યું છે. હાલમાં સલમાન પોતાના નવા શો બિગ બોસ 12ની ઇવેન્ટ લોન્ચ વખતે મીડિયા સામે આવ્યો હતો અને આ સમયે આર.જે. આલોક વિચિત્ર કપડાં પહેરીને સ્ટેજ પર આવતા સલમાને સવાલ કર્યો હતો કે તારા કપડાં કોણ ડિઝાઇન કરે છે અને તું રણવીર સિંહથી પ્રભાવિત તો નથી ને?

સલમાને ભલે આ વાત મજાકમાં કહી હોય પણ એ વાત તો ચોક્કસ છે કે કે રણવીર સિંહની સ્ટાઇલને જોઈને અનેક લોકો પોતાની સ્ટાઇલ ડેવલપ કરે છે અને યુવાનોમાં રણવીરની સ્ટાઇલ લોકપ્રિય બની છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More