Home> Entertainment
Advertisement
Prev
Next

'ઇન્શાઅલ્લાહ'ના શૂટિંગ પહેલાં સલમાને કરી દીધી TWEET અને કહ્યું છે કે...

આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ પહેલીવાર સાથે જોવા મળશે

'ઇન્શાઅલ્લાહ'ના શૂટિંગ પહેલાં સલમાને કરી દીધી TWEET અને કહ્યું છે કે...

નવી દિલ્હી : બોલિવૂડના દબંગ સલમાન ખાન અને આલિયા ભટ્ટને ચમકાવતી આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહ પહેલા આવતા વર્ષે ઇદ પર રિલીઝ થવાની હતી પણ સલમાને એક ટ્વીટ કરીને મોટી સ્પષ્ટતા કરી છે. સલમાને ટ્વીટ કરીને જણાવ્યું છે કે ''સંજય લીલા ભણસાલીની ફિલ્મ આગળ ઠેલાઈ છે પણ હજી પણ હું તમને બધાને ઇદ, 2020ના દિવસે મળીશ.'' મીડિયા રિપોર્ટ પ્રમાણે હજી સુધી ઇંશાલ્લાહનું શૂટિંગ શરૂ નથી થયું.

fallbacks

સંજય લીલા ભણસાલી અને સલમાન ખાને ‘ખામોશી’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં સાથે કામ કર્યું છે. ‘ઈન્શાઅલ્લાહ’ થકી સલમાન લગભગ 20 વર્ષ બાદ સંજયની ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કામ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે 'ઈન્શાઅલ્લાહ'માં સલમાન ખાન 40 વર્ષના બિઝનેસમેનના રોલમાં છે. તે ઘણો જ ધનવાન છે અને તે પોતાના જીવનને લઈ ખાસ ગંભીર નથી. તેના પિતા તેની સામે શરત મૂકે છે કે જો તે તેની લાઈફસ્ટાઈલ નહીં સુધારે અને લગ્ન નહીં કરે તો તેને સંપત્તિ મળશે નહીં. આલિયા ફિલ્મમાં 20-22 વર્ષની યુવતીના રોલમાં છે. જે એક્ટ્રેસ બનવા માગે છે. સલમાન ખાન સમસ્યાથી બચવા માટે આલિયાને મળીને પિતા આગળ પ્રેમનું નાટક કરવાનું કહે છે. બંને આ ખોટા રિલેશનશીપમાં રહે છે. જોકે, આ સમય દરમિયાન બંને એકબીજાને પ્રેમ કરવા લાગે છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More