Home> Entertainment
Advertisement
Prev
Next

53 વર્ષના આધેડ સલમાને તરવરતા યુવાન જેવા દેખાવા અપનાવ્યો 'આ' ખાસ રસ્તો

સલમાન આ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ સૌથી પહેલીવાર દબંગ 3માં કરશે. આમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સલમાન ઉંમર સામેની રેસ જીતી જશે

53 વર્ષના આધેડ સલમાને તરવરતા યુવાન જેવા દેખાવા અપનાવ્યો 'આ' ખાસ રસ્તો

મુંબઈ : સલમાન ખાનના ચાહકો તેની આગામી ફિલ્મ ભારતની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં તેનો લુક જોઈને બધાને આંચકો લાગ્યો છે કારણ કે તે 53 વર્ષનો હોવા છતાં આ ફિલ્મમાં અત્યંત યુવાન લાગે છે. સલમાનની આ યુવાનીનો રાઝ ટેકનોલોજીમાં સંતાયેલો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં સલમાને પોતાની જાતને યુવાન દર્શાવવા માટે સીજીઆઇ કોમ્પ્યૂટર જનરેટેડ ઇમેજનો ઉપયોગ કર્યો છે.  આ ટેકનોલોજીની મદદથી સલમાન યુવાનીથી માંડીને વૃદ્ધત્વ સુધીનો સમયગાળો પડદા પર દેખાડવાનો છે. 

fallbacks

મલાઇકાની આ તસવીર ઇશારો કરે છે પર્સનલ લાઇફના મોટા લોચાનો, હકીકતમાં...

મળતી લેટેસ્ટ માહિતી પ્રમાણે સલમાન આ ટેકનોલોજીનો ઉપયોગ પોતાની ફિલ્મ દબંગ 3માં કરવાનો છે જેથી ફિલ્મમાં સલમાન યુવાન વયનો દેખાઈ શકે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે દર્શકોને દબંગ 3માં કેટલાક ફ્લેશબેક સીન પણ જોવા મળશે. આ ફિલ્મની વાર્તામાં ચુલબુલ પાંડેને યુવાન દેખાડવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 

દબંગ સિરિઝની આ ત્રીજી ફિલ્મમાં અરબાઝ ખાન એટલે કે મખ્ખી પાંડેને પણ અલગ લુકમાં દેખાડવામાં આવશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા પણ જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન એક જબરદસ્ત આઇટમ સોંગ પણ કરવાનો છે. આ ફિલ્મ હવે ક્રિસમસના પ્રસંગે રિલીઝ થશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More