Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાનની હિરોઇન બની ત્રીજી વખત માતા! આપી ખુશખબરી

એક્ટ્રેસના પતિએ જણાવ્યું છે કે પતિએ જણાવ્યું છે કે અભિનેત્રી અને બાળક બંને તંદુરસ્ત છે

સલમાનની હિરોઇન બની ત્રીજી વખત માતા! આપી ખુશખબરી

મુંબઈ : સલમાન ખાન સાથે ફિલ્મ જુડવામાં કામ કરી ચુકેલી બોલિવૂડ એક્ટ્રેસ રંભાએ એક પુત્રને જન્મ આપ્યો છે. તે ત્રીજી વખત માતા  બની છે. આ ગુડ ન્યૂઝ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. 23મી સપ્ટેમ્બરે ટોરેન્ટોની માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં રંભાએ દીકરાને જન્મ આપ્યો હતો. રંભાના પતિએ જણાવ્યું છે કે અભિનેત્રી અને બાળક બંને તંદુરસ્ત છે.

fallbacks

fallbacks

રંભા ત્રીજી વાર માતા બની છે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે રંભા અને તેના પતિ વચ્ચે મતભેદ છે અને તે ડિવોર્સ લેવાની છે. જોકે હવે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને બંને ખુશહાલ જીવન જીવી રહ્યા છે. લાંબા સમયથી રંભા હિન્દી સિનેમાથી દૂર છે પરંતુ તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં જોવા મળે  છે. રજનીકાંત અને કમલ હસનની ફિલ્મોમાં કામ કર્યા પછી, તે અચાનક ચર્ચામાં આવી હતી. રંભા ડાન્સ શો અને સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

fallbacks

રંભાએ કેનેડાના બિઝનેસમેન ઇંદ્રન પથમંદન સાથે લગ્ન કર્યા છે અને તેને હાલમાં લાયના અને સાશા નામની બે દીકરીઓ છે. હવે તે ત્રીજી વખત એક પુત્રની માતા બની છે. 

બોલિવૂડના બીજા સમાચાર જાણવા કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More