નવી દિલ્હી: શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ની હાજરીમાં બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના બોલીવુડ શેરા (Shera) શુક્રવારે શિવસેનામાં જોડાયા હતા. આ વાતની જાણકારી શિવસેના પાર્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી આપી હતી. સાથે જ ટ્વિટ દ્વારા કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે શેરા જોવા મળી રહ્યો છે.
Mumbai: Shera, Salman Khan's bodyguard joined Shiv Sena in presence of party chief, Uddhav Thackeray and Yuva Sena President, Aditya Thackeray. (Pic: Shiv Sena's Twitter handle) pic.twitter.com/B3OYQaaQwB
— ANI (@ANI) October 18, 2019
પોતાના ચૂંટણી મેદાનમાં ઉતર્યા આદિત્ય ઠાકરે
તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે શિવસેના ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણી શિવસેના (Shiv Sena) માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ વિધાનસભા ચૂંટણીથી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પોતાનું ચૂંટણીમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. આદિત્ય ઠાકરે મુંબઇની વર્લી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમના સપોર્ટમાં બોલીવુડ સ્ટાર્સ પણ ઉભા છે, જેમાં સંજય દત્ત અને મિથુન ચક્રવતીનું મુખ્યરૂપે સામેલ છે.
ચુલબુલ પાંડે માટે રજ્જોએ રાખ્યું 'કડવા ચોથ'નું વ્રત, જુઓ 'દબંગ 3'નું નવું પોસ્ટર
મિથુને એક વીડિયો રિલીઝ કરીને પોતાના પ્રશંસકોને અપીલ કરી હતી કે તે આદિત્ય ઠાકરેને વોટ કરે. મિથુને વીડિયોમાં કહ્યું હતું કે જ્યારે પણ તે માતોશ્રી ગયા ત્યારે જમીને આવ્યા છે. બાલા સાહેબ તેમના માટે પિતા સમાન હતા. તો બીજી તરફ સંજય દત્તે કહ્યું કે આદિત્ય ઠાક્રે તો રાજકારણનો ઉભરતો સ્ટાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે