Home> Entertainment
Advertisement
Prev
Next

27 ડિસેમ્બરે ભવ્ય રીતે સલમાન ઉજવશે જન્મદિવસ, ઉંમર થઈ ગઈ છે ઘણી વધારે

સલમાન પોતાના ફાર્મહાઉસ પર જન્મદિવસની ઉજવણી કરવાનો છે

27 ડિસેમ્બરે ભવ્ય રીતે સલમાન ઉજવશે જન્મદિવસ, ઉંમર થઈ ગઈ છે ઘણી વધારે

મુંબઈ : બોલિવૂડ સ્ટાર સલમાન ખાન 27 ડિસેમ્બરે પોતાનો 53મો જન્મદિવસ ઉજવવાનો છે. મળતી માહિતી પ્રમાણે આ જન્મદિવસની ઉજવણી ખાસ રીતે કરવામાં આશે. ખાન પરિવાર સલમાનનો જન્મદિવસ અને નવા વર્ષની ઉજવણી એકસાથે કરવાનો છે અને હવે આ સેલિબ્રેશનમાં સાત દિવસની જ વાર છે. 

fallbacks

રિપોર્ટ પ્રમાણે આ સેલિબ્રેશન માટે આખો ખાન પરિવાર પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસ પર જશે. આ દરમિયાન ક્રિસમસ અને નવા વર્ષનું સેલિબ્રેશન પણ કરવામાં આવશે. આ દિવસે સલમાને પોતાના પરિવાર સિવાય ખાસ મિત્રો માટે ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે છે જેમાં બોલિવૂડની કેટલીક સેલિબ્રિટીઓનો પણ સમાવેશ થાય છે. 

આવ્યું 'સિમ્બા'નું નવું ગીત, સાંભળીને જ્યાં હશો ત્યાં નાચવા લાગશો

હાલમાં સલમાન પોતાની આગામી ફિલ્મ 'ભારત'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યા છે. ભારતમાં સલમાન સિવાય કેટરિના કૈફ, તબ્બુ અને દિશા પટની મુખ્ય ભુમિકામાં છે. સોશિયલ મીડિયા મારફતે આ ફિલ્મની કેટલીક તસવીરો સામે આવી છે અને ચાહકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે ઇદના પ્રસંગે રિલીઝ થશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More