Home> Entertainment
Advertisement
Prev
Next

પહેલાં જે ઘરમાં નાગા સાથે લગ્ન કરીને રહેતી હતી, છૂટાછેડા પછી Samanthaએ ખરીદી લીધું એ જ ઘર!

એક વખત ફરી સામંથાના બોલ્ડ નિર્ણયે લોકોને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ તગડી રકમમાં પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. આ કોઈ સામાન્ય ઘર નથી પરંતુ અભિનેત્રીના જીવનમાં તેનું અલગ મહત્વ છે.

પહેલાં જે ઘરમાં નાગા સાથે લગ્ન કરીને રહેતી હતી, છૂટાછેડા પછી Samanthaએ ખરીદી લીધું એ જ ઘર!

નવી દિલ્લીઃ સાઉથની સુપરસ્ટાર સામંથા તેની બોલ્ડ લાઈફસ્ટાઈલ અને સાહસિક નિર્ણયો માટે ફેમસ છે. ત્યારે, સામંથાએ નાગા ચૈતન્યને છૂટાછેડા આપીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે છૂટાછેડા પછી તેણે જે રીતે પોતાની જાત પર અને તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તેનાથી અભિનેત્રીનું એક અલગ જ વ્યક્તિત્વ બહાર આવ્યું છે. હવે ફરી એકવાર સામંથાના સાહસિક નિર્ણય ખૂબ ચર્ચામાં છે. અભિનેત્રીએ તગડી રકમમાં પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. આ કોઈ સામાન્ય ઘર નથી પરંતુ અભિનેત્રીના જીવનમાં તેનું અલગ મહત્વ છે.

fallbacks

 

 

નાગા સાથે આ ઘરમાં ઘણી રાત વિતાવી:
સામંથાએ તે ઘર ખરીદ્યું છે જેમાં તે પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે રહેતી હતી. આ ઘરમાં સામંથા અને નાગાએ એકબીજા સાથે ઘણી યાદો બનાવી હતી અને ઘણી સાંજ સાથે વિતાવી હતી. એક ઈન્ટરવ્યુમાં બિલ્ડિંગના માલિકે જણાવ્યું કે, સામંથા અને નાગાચૈતન્ય સાથે જે મકાનમાં રહેતા હતા, તે બંનેના અલગ થયા બાદ વેચાઈ ગયું હતું. પરંતુ હવે ઘર ખરીદનાર સાથે વાત કર્યા બાદ સામંથાએ તેને ફરીથી પોતાના માટે ખરીદી લીધું છે, તે અહીં તેની માતા સાથે રહે છે. 

માલિકને કરાવ્યો મોટો પ્રોફિટ:
આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર ખરીદવા માટે સામંથાએ ઘણા પૈસા ખર્ચ્યા છે. ઘર ખરીદવા પર, સામંથાએ ઘરના જૂના માલિકને ઘણો સારો નફો આપ્યો છે. તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુએ કરણ જોહરના ચેટ શોમાં ખુલાસો કર્યો હતો કે તે ક્યારેય એક્ટિંગ કરવા માંગતી ન હચી. પરંતુ ઓછા પૈસાના કારણે તેણે કામ કરવાનું શરૂ કર્યું અને તે વધારે ભણી શકી નહીં. હવે તેણે પોતાનું ઘર ખરીદ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More