Home> Entertainment
Advertisement
Prev
Next

Sana Khan એ પતિ પાસેથી પ્રેમની આશા રાખી હતી અને મળ્યું પાગલપણું, ચીસો પાડવા લાગી, VIDEO જોઈ શ્વાસ અદ્ધર થઈ જશે

સના ખાને ભલે બોલીવુડની દુનિયામાંથી વિદાય લઈ લીધી હોય પરંતુ સોશિયલ મીડિયાન દુનિયામાં હજુ પણ ખુબ એક્ટિવ છે. સના છાશવારે પોતાના જીવનના યાદગાળ પળોને સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Sana Khan એ પતિ પાસેથી પ્રેમની આશા રાખી હતી અને મળ્યું પાગલપણું, ચીસો પાડવા લાગી, VIDEO જોઈ શ્વાસ અદ્ધર થઈ જશે

નવી દિલ્હી: પૂર્વ ફિલ્મ અભિનેત્રી સના ખાને ભલે બોલીવુડની દુનિયામાંથી વિદાય લઈ લીધી હોય પરંતુ સોશિયલ મીડિયાન દુનિયામાં હજુ પણ ખુબ એક્ટિવ છે. સના છાશવારે પોતાના જીવનના યાદગાળ પળોને સોશિયલ મીડિયા પર શેર કરે છે. હાલ સના પતિ સાથે માલદીવ ગઈ છે અને ત્યાંથી સતત ફોટા અને વીડિયો શેર કરે છે.

fallbacks

સનાનો વીડિયો
સનાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે.  જેમાં તે પતિ સાથે મસ્તી કરતી જોવા મળે છે. સના હિંચકા પર બેઠી છે અને તેનો પતિ તેને જોર જોરથી હિંચકા ખવડાવે છે. સનાની હાલત એટલી ખરાબ થઈ રહી છે છતાં પતિ માનતો નથી અને સતત ઝૂલાવતો રહે છે. આ વીડિયો ખુબ મજેદાર છે. 

એરપોર્ટ પર નમાજ કરી હતી અદા
હાલમાં જ સનાએ એક વીડિયો શેર કર્યો હતો. સના જણાવે છે કે તે આ ટ્રિપને લઈને કેટલી ખુશ છે. તે ઉછળતી કૂદતી ગાડીમાં બેસે છે. ત્યારબાદ કહે છે કે અમે એરપોર્ટ પર નમાજ અદા કરી. 

મસ્તીના મૂડમાં જોવા મળી હતી સના
ત્યારબાદ સના સી-પ્લેન દ્વારા માલદીવ માટે રવાના થાય છે. જ્યાં તે વોટર વિલામાં પછે. પતિ સાથે ડ્રિંક એન્જોય કરે છે. સના આ દરમિયાન સફેદ અને બ્લેક કલરના બુરખામાં છે. પતિ સફેદ કૂર્તા પાઈજામામાં છે. સનાએ એવી પણ તસવીર શેર કરી હતી જેમાં તે બીચ પર રિલેક્સ કરી રહી ચે. તેણએ જણાવ્યું કે તેના પતિએ આ તસવીર ક્લિક કરી છે, તેણે પર્પલ કલરનો બુરખો પહેર્યો છે. 

ચૂપચાપ કર્યા હતા લગ્ન
અત્રે જણાવવાનું કે સના ખાને 20 નવેમ્બરે ચૂપચાપ સૈયદ અનસ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સનાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને પોતાના લગ્ન વિશે જણાવ્યું હતું. લોકો આ અચાનક થયેલા લગ્નથી  ખુબ પરેશાન હતા. અનસ ગુજરાતના સુરતના છે. આ સાથે જ સના ખાને પોતાનું નામ બદલીને Sayied Sana Khan કરી લીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More