Home> Entertainment
Advertisement
Prev
Next

Sandeep Nahar ના મોત બાદ ડિલીટ થઈ Suicide Note, મુંબઇ પોલીસ પણ Shock

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથે ફિલ્મ એમએસ ધોનીમાં (MS Dhoni) જોવા મળેલા એક્ટર સંદીપ નાહરે (Sandeep Nahar) સોમવારે આપઘાત કર્યો હતો. ત્યારબાદ સંદીપ નાહરની એક Suicide Note સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી હતી

Sandeep Nahar ના મોત બાદ ડિલીટ થઈ Suicide Note, મુંબઇ પોલીસ પણ Shock

નવી દિલ્હી: સ્વ. બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથે ફિલ્મ એમએસ ધોનીમાં (MS Dhoni) જોવા મળેલા એક્ટર સંદીપ નાહરે (Sandeep Nahar) સોમવારે આપઘાત કર્યો હતો. ત્યારબાદ સંદીપ નાહરની એક Suicide Note સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી હતી. આ સોશિયલ મીડિયા પોસ્ટને હવે ડિલીટ કરવામાં આવી છે. હવે તે ફેસબુક પર જોવા મળી રહી નથી.

fallbacks

પોલીસને હજુ પણ નથી ખબર
વીડિયો સામે આવ્યાના થોડા સમય બાદ એક્ટરના મોતના સમાચાર સામે આવ્યા હતા. સામે આવેલા વીડિયોમાં સંદીપ નાહરે (Sandeep Nahar) પોતાના મોતનું કારણ લગ્ન જીવનમાં ઝગડા થવાનું જણાવ્યું હતું. દૈનિક ભાસ્કરમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર ડીસીપી વિશાલ ઠાકુરે કહ્યું છે કે, પોલીસ તરફથી વીડિયો હટાવવાની માંગ કરવામાં આવી નથી. ના કે પોલીસ તરફથી કોઈ પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, એવું થઇ શકે છે કે, ફેસબુકે જાતે પોતાની પોલિસી અનુસાર પોસ્ટ ડિલીટ કરી હોય.

આ પણ વાંચો:- બોલીવુડના મહાનાયકની આ રીતે થઈ હતી ફિલ્મોમાં એન્ટ્રી, કહાની છે રસપ્રદ

આ પણ થઈ શકે છે
તેમણે વધુમાં કહ્યું કે, કોઈ આપત્તિજનક કન્ટેટની ફરિયાદ પર ફેસબુક તેને ડિલીટ કરી શકે છે. તપાસ ચાલી રહી છે, જાણકારી મેળવવામાં આવી રહી છે કે, પોસ્ટ કોણે અને ક્યારે ડિલીટ કરી છે.

14 મહિનાનો ડેટા ગાયબ
સમાચારોનું માનીએ તો એવી અટકળો ચાલી રહી છે કે, પોસ્ટ મૃતક અભિનેતાની (Sandeep Nahar) પત્ની કંચન શર્માએ (Kanchan Sharma) ડિલીટ કરી છે. આ સાથે જ સંદીપ નાહરની ફેસબુક પ્રોફાઇલમાંથી છેલ્લા 14 મહિનાનો ડેટા પણ ગાયબ છે. રિપોર્ટનું માનીએ તો તેમાં સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સામે આવેલી સંદીપની પોસ્ટ પણ ગાયબ છે.

આ પણ વાંચો:- પ્રીતિ ઝિંટા સામે એક સમયે ધડાધડ બોલનારી આ કન્યા છે બોલિવુડની ફેમસ એક્ટ્રેસની દીકરી

સંદીપે વીડિયોમાં કહીં હતી આ વાત
તમને જણાવી દઇએ કે, સંદીપ નાહરે (Sandeep Nahar) સોશિયલ મીડિયા પર પોતાની પત્ની પણ આરોપ લગાવ્યો હતો કે, તે શક કરે છે, જેના કારણે તે ખુબજ પરેશના હતો, સંદીપનું કહેવું હતું કે, કંચન સાથે સતત તેનો ઝગડો થઈ રહ્યો હતો. લાંબા સમયથી કંઈ યોગ્ય ન હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More