Home> Entertainment
Advertisement
Prev
Next

કેન્સરની સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં પહોંચ્યા સંજય દત્ત, કહ્યું- મારા માટે પ્રાર્થના કરજો

લંગ કેન્સર (Lung Cancer) સામે ઝઝૂમી રહેલા બોલીવુડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) સારવાર માટે મુંબઇના અંધેરી સ્થિત કોકિલાબેન હોસ્પિટલ (Kokilaben Hospital) માં ભરતી થયા છે. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે સંજય દત્ત વિદેશ જઇને પોતાની સારવાર કરાવશે. 

કેન્સરની સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં પહોંચ્યા સંજય દત્ત, કહ્યું- મારા માટે પ્રાર્થના કરજો

મુંબઇ: લંગ કેન્સર (Lung Cancer) સામે ઝઝૂમી રહેલા બોલીવુડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) સારવાર માટે મુંબઇના અંધેરી સ્થિત કોકિલાબેન હોસ્પિટલ (Kokilaben Hospital) માં ભરતી થયા છે. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે સંજય દત્ત વિદેશ જઇને પોતાની સારવાર કરાવશે. 

fallbacks

હોસ્પિટલ જવા માટે સંજય દત્ત પોતાની પત્ની માન્યતા દત્ત સાથે સાંજે લગભગ 6 વાગે ઘરેથી નિકળ્યા. આ દરમિયાન તેમની સાથે નમ્રતા દત્ત, પ્રિયા દત્ત, પ્રિયા દત્તના પતિ ઓવન પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન ઘરની બહાર એકઠા થયેલા ફોટોગ્રાફર્સને તેમણે કહ્યું 'મારા માટે પ્રાર્થના કરજો.'

જાણકારી અનુસાર આ પહેલાં સંજય દત્તએ મુંબઇના બે મોટી હોસ્પિટલો લીલાવતી અને કોકિલાબેનનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે લીલાવતી હોસ્પિટલમાં કેટલાક ટેસ્ટ પણ કરાવ્યા છે. સૂત્રોના અનુસાર સંજય દત્તએ લીલાવતી હોસ્પિટલમાં કીમોથેરેપી પહેલાં કરવામાં આવતાં ટેસ્ટ કરાવ્યા છે. 

તમને જણાવી દઇએ કે 8 ઓગસ્ટના રોજ પહેલીવાર સંજય દત્તને શ્વાસ લેવામાં સમસ્યા થઇ હતી. ત્યારબાદ તેમણે મુંબઇના હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ડોક્ટર્સએ સૌથી પહેલાં તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો તે નેગેટિવ આવ્યો. ત્યારબાદ ટેસ્ટમાં ખબર પડી કે તે થર્ડ સ્ટેજ લંગ કેન્સરથી પીડિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More