Home> Entertainment
Advertisement
Prev
Next

Sanjay Dutt ની પત્ની એક સમયે C ગ્રેડ ફિલ્મોમાં કરતી હતી 'ગંદુકામ' જાણો સંજુબાબાએ કેમ કરવા પડ્યા લગ્ન

માન્યતા, એક વખતની C ગ્રેડ ફિલ્મની અભિનેત્રી આવી રીતે બની દત્ત પરિવારની વહુ. લગ્ન કરવા પાછળ હતું મોટું કારણ.

Sanjay Dutt ની પત્ની એક સમયે C ગ્રેડ ફિલ્મોમાં કરતી હતી 'ગંદુકામ' જાણો સંજુબાબાએ કેમ કરવા પડ્યા લગ્ન

નવી દિલ્લીઃ સંજય દત્તની પત્ની માન્યતા દત્તને આજે કોઈ પણ ઓળખાણની જરૂર નથી. માન્યતા એભિનેત્રી તરીકે પોતાની જાતને સાબિત ના કરી શકી પણ  આજે તેમની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. બૉલીવુડ અભિનેતા સંજય દત્તને આખી દુનિયા જાણે છે. પણ તેમની પત્ની માન્યતાની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. ક્યારેક દિલનવાઝ શેખ તો ક્યારેક સના ખાનન નામ પર માન્યતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. મોટા ભાગે માન્યતાને સંજય દત્ત અને તેમના બાળકો સાથે જોવા મળતા હોય છે. આજે માન્યતાની બધી જ અદાઓ પર લોકો પોતાનું દિલ આપીને બેઠા હતા. માન્યતા ઈન્ડસ્ટ્રીમાં એક અભિનેત્રી તરીકે ઓળખાવવા માગતી હતી. દત્ત સાહેબની પહેલાંથી ઈચ્છા હતી કે તેમનો દિકરો સંજુબાબા લગ્ન કરીને સારી રીતે જીવન જીવે. અને અવળાં ધંધા છોડી દે. આખરે સંજય દત્તે પોતાના પિતાની ઈચ્છા પુરી કરવા માટે ઢગલાં બંધ અફેર બાદ માન્યતા સાથે લગ્નના ફેરા ફરીને ઠરીઠામ થવાનું નક્કી કર્યું.

fallbacks

fallbacks

ખુબ ઓછા લોકો જાણે છે કે માન્યતા સંજય દત્ત પ્રોડક્શન્સની CEO છે. માન્યતા સંજય દત્તનું બધુ જ કામ સંભાળે છે. માન્યતાનો જન્મ 22 જુલાઈ 1978માં એક મુસ્લિમ પરિવારમાં થયો છે. તેમના પિતા દુબઈમાં વેપારી હતા. માન્યતાનો ઉછેર પણ દુબઈમાં થયો છે. માન્યતા બૉલીવુડમાં નસીબ આજમાવવામાં આવી હતી. માન્યતાએ ઈન્ડસ્ટ્રીમાં સના ખાનના નામે પગ મુક્યો હતો. કહેવામાં આવે છે કે માન્યતા ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવાના પ્રયત્નો કરી રહી હતી અને તેમના પિતાનું નિધન થઈ ગયું. અને તેમના બિઝનેસની બધી જવાબદારી માન્યતા પર આવી ગઈ હતી. પોતાના કરિયરથી બ્રેક લઈને માન્યતાએ પિતાના બિઝનેસ પર ફોકસ કરવાનું શરૂ કર્યું. માન્યતા ફિલ્મોમાં નામ તો કમાવા માગતી હતી પણ તેઓને કોઈ મોટી ફિલ્મ ઓફર નહોતી થઈ. તેવામાં માન્યતા બી અને સી ગ્રેડ ફિલ્મોમાં કામ કરવા લાગી હતી.

fallbacks

માન્યતાને ઈન્ડસ્ટ્રીમાં પહેલી વખત ઓળખ પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજળમાં એક આઈટમ નંબરથી મળી.  તેમને લાગ્યું હતું કે આના પછી તેઓને જરૂરથી બીજી સારી ઓફર્સ મળશે. પરંતુ એવુ કંઈજ ના થયું. સંજય દત્તની એન્ટ્રીથી માન્યતાની જાણે જીંદગી બદલાઈ ગઈ. બંનેને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો છે તે વાતનો અંદાજો લાંબા સમય પછી થયો. સંજય દત્તે માન્યતાની એક સી ગ્રેડ ફિલ્મના અધિકાર 20 લાખ રૂપિયામાં ખરીદી લીધા છે. આ દરમિયાન સંજય દત્ત અને માન્યતાની પહેલી મુલાકાત થઈ હતી. એ દરમિયાન સંજય દત્ત એક જુનિયર આર્ટિસટ નાડિયા દૂરાની સાથે રિલેશનશીપમાં હતા. એક મુલાકાત પછી જ માન્યતા સંજય દત્તને મળવા લાગી હતી. કેટલીક વખત માન્યતા સંજય દત્તને જમાડતી  પણ હતી. ધીરે ધીરે બંને નજીક આવતા ગયા અને 7 ફેબ્રુઆરી 2008ના રોજ લગ્ન કરી લીધા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More