Home> Entertainment
Advertisement
Prev
Next

હિટ ગઈ 'સંજૂ' અને છલકાઈ ગઈ સંજય દત્તની તિજોરી

રણબીર કપૂરની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'સંજૂ'એ બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે.

હિટ ગઈ 'સંજૂ' અને છલકાઈ ગઈ સંજય દત્તની તિજોરી

મુંબઇ : રણબીર કપૂરની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'સંજૂ'એ બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મે એક અઠવાડિયા એટલે કે ફક્ત સાત દિવસની અંદર ડબલ સેન્ચુરી બનાવી દીધી છે. 'સંજૂ'એ 9 દિવસમાં 237 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આ વિશે ટ્વિટ કરીને તેની માહિતી આપી છે.

fallbacks

એક અખબારના સમાચાર પ્રમાણે સંજયે આ ફિલ્મ બનાવવાની મંજૂરી આપવા માટે 9-10 કરોડ રૂ. તેમજ ફિલ્મના પ્રોફિટમાં કેટલોક હિસ્સો લીધો છે. 'સંજૂ'માં રણબીર કપૂર એક્ટર સંજય દત્તના રોલમાં છે. તેની સાથે પરેશ રાવલ, વિક્કી કૌશલ, જિમ સરભ, મનીષા કોઇરાલા, દિયા મિર્ઝા, અનુષ્કા શર્મા તેમજ સોનમ કપૂર પણ છે. ફિલ્મમાં રણબીર અને વિક્કી્ની એક્ટિંગના બહુ વખાણ થયા છે. ફિલ્મમાં પરેશ રાવલે પિતા સુનીલ દત્તનો, મનીષા કોઇરાલાએ માતા નરગિસનો તેમજ દિયા મિર્ઝાએ પત્ની માન્યતાનો રોલ ભજવ્યો છે. 

સંજૂ બન્યા બાદ હવે લાગે છે બોલિવૂડ સ્ટાર્સ પર બાયોપિક બનાવવાનો સમય શરૂ થઈ ગયો છે. આમ તો ફેન્સ પોતાના ફેવરીટ સ્ટાર સાથે જોડાયેલ તમામ જાણકારી મેળવવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. એવામાં એક ફિલ્મમેકરે જાણીતા કોમેડિયન કપિલ શર્માના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More