Home> Entertainment
Advertisement
Prev
Next

Sanjay Dutt Injured in Shoot: શૂટિંગ દરમિયાન ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો સંજય દત્ત, બોમ્બ વિસ્ફોટનો કરી રહ્યો હતો સીન

અભિનેતા સંજય દત્ત એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. આ શૂટિંગ બેંગલુરૂની આસપાસ ચાલી રહ્યું હતું. 
 

Sanjay Dutt Injured in Shoot: શૂટિંગ દરમિયાન ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો સંજય દત્ત, બોમ્બ વિસ્ફોટનો કરી રહ્યો હતો સીન

નવી દિલ્હીઃ Sanjay Dutt Injured: સંજય દત્ત (Sanjay Dutt)ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે.  એક્ટર બેંગલુરૂની આસપાસ ફિલ્મ 'કેડીઃ ધ ડેવિલ KD - The Devil)'શૂટિંગ કરી રહ્યો હતો. આ શૂટિંગ દરમિયાન બોમ્બ વિસ્ફોટનો સીન કરવામાં આવી રહ્યો હતો. ત્યારે અભિનેતા સંજય દત્ત ઈજાગ્રસ્ત થયો છે. અહેવાલ પ્રમાણે સંજયને  શરીરના ઘણા ભાગમાં ઈજા પહોંચી છે. ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. સંજય દત્તના ઈજાગ્રસ્ત થવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. એક્ટરના ફેન્સ સોશિયલ મીડિયા પર તેના જલદી સાજા થવાની કામના કરી રહ્યાં છે. 

fallbacks

શરીરના  આ ભાગમાં થઈ ઈજા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શૂટિંગ દરમિયાન  ફિલ્માવવામાં આવી રહેલા બોમ્બ વિસ્ફોટના સીન દરમિયાન એક્ટરને  કોણી, હાથ અને ચહેરામાં ઈજા પહોંચી છે. આ વિસ્ફોટવાળા સીનને એક્ટર ડોક્ટર રવિ વર્માની ફિલ્મ માટે શૂટ કરી રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના થઈ છે.  

આ પણ વાંચોઃ 'પૂ'થી શરૂ થતાં નામવાળી હિરોઈને અફવા ફેલાવી કે આ હીરોને એઈડ્સ છે! ખતમ થઈ ગયું કરિયર

નેગેટિવ રોલમાં છે અભિનેતા
પ્રાપ્ત વિગત પ્રમાણે કેડીઃ ધ ડેવિલ ફિલ્મમાં સંજય દત્ત (Sanjay Dutt) નેગેટિવ રોલમાં છે . આ ફિલ્મમાં એક્શન હીરો ધ્રુવ સરજા પણ છે. ધ્રુવ સરજા તે અભિનેતા છે જેની  ફિલ્મ માર્ટિનનું ટીઝર હાલમાં રિલીઝ થયું છે અને  તેને સારો પ્રતિસાદ મળ્યો છે. આ પહેલાં સંજય દત્ત ઘણી ફિલ્મોમાં  નેગેટિવ રોલ કરી ચુક્યા છે. જેમાં કેજીએફ  ચેપ્ટર 1, કેજીએફ ચેપ્ટર 2, અને અગ્નિપથ ફિલ્મ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More