મુંબઈઃ બોલીવુડ અભિનેતા સંજય દત્તે હાલમાં પોતાની પત્ની માન્યતા દત્ત (Maanayata Duttt) ને લગભગ 100 કરોડ રૂપિયાના ફ્લેટ ગિફ્ટ કર્યા છે. આ ફ્લેટ્સ પાલી હિલ્સમાં ઈમ્પીરિયલ હાઇટ્સ બિલ્ડિંગમાં છે. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર માન્યતા દત્તે સંજય દત્ત (Sanjay Dutt) ને ફ્લેટ ગિફ્ટ લેવાની ના પાડી દીધી. સંજય દત્ત પોતાની પત્ની માન્યતાને ખુબ પ્રેમ કરે છે અને આ વાત બધા જાણે છે. સંજયે માન્યતાને ચાર ફ્લેટ ગિફ્ટ કર્યા છે, જેની કિંમત 100 કરોડ ગણવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે સંજય દત્તે (Sanjay Dutt) મુંબઈના બાંદ્રા પાલી હિલમાં ઇમ્પીરિયલ હાઇટ્સ બિલ્ડિંગમાં ચાર ફ્લેટ્સ ખરીદ્યા છે. જેમાં બે ફ્લેટ ત્રીજા અને બે ચોથા માળે છે. ચાર ફ્લેટ ખરીદવાને કારણે સંજયને 17 કારોના પાર્કિંગની પણ જગ્યા મળી છે. તમને જણાવી દઈએ કે ઈમ્પીરિયલ હાઈટ્સમાં ઘણા સેલિબ્રિટિઝ રહે છે.
તો પાછલા વર્ષે ઓગસ્ટના મહિનામાં સંજય દત્તને ફેફસાનું કેન્સર થયુ હતુ અને તેની સારવાર કરાવવા તે મુંબઈની હોસ્પિટલમાં દાખલ થયા હતા. સંજય દત્તને કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપીને ફિલ્મી દુનિયામાં વાપસી કરી છે. સંજય દત્ત છેલ્લે સકડ-2મા આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે