Home> Entertainment
Advertisement
Prev
Next

આવી ગયું સંજય દત્તની ફિલ્મ 'તોડબાઝ'નું ટ્રેલર, ધમાકેદાર છે અંદાજ


watch Sanjay Dutt Nargis Fakhri starrer torbaaz official trailer: બોલીવુડ એક્ટર સંજય દત્તની આવનારી ફિલ્મ તોડબાઝનું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ આતંકવાદના મુદ્દા પર બની છે અને તેમાં સંજય દત્ત સિવાય નગરિસ ફાખરી અને રાહુલ દેવ જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. 

આવી ગયું સંજય દત્તની ફિલ્મ 'તોડબાઝ'નું ટ્રેલર, ધમાકેદાર છે અંદાજ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી સંજય દત્ત પોતાની ફિલ્મોની જગ્યાએ ફેફસાના કેન્સરને કારણે વધુ ચર્ચામાં છે. હવે સંજય પોતાની સારવાર કરાવ્યા બાદ ઘર પર છે અને ઝડપથી રિકવર કરી રહ્યા છે. આ વચ્ચે તેમની આવનારી ફિલ્મ 'તોડબાઝ'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં સંજય દત્ત એકવાર ફરી પોતાના જૂના ધાંસૂ અંદાજમાં જોવા મળી રહ્યા છે. 

fallbacks

'તોડબાઝ' કહાની છે અફઘાનિસ્તાન યુદ્ધમાં  શરણાર્થી શિબિરમાં રહેતા બાળકોની. તેની વચ્ચે એક વ્યક્તિ પહોંચે છે જેણે ખુદ આતંકવાદી હુમલામાં પોતાનાને ગુમાવ્યા છે. આ વ્યક્તિ આર્મીનો પૂર્વ ડોક્ટર છે અને બાળકોને હથિયારોના સ્થાને ક્રિકેટની ટ્રેનિંગ આપી બેટ અને બોલ આપી દે છે. સમસ્યા તે છે કે આ સિસ્તારમાં આતંકીઓ બાળકોને સ્યુસાઇડ બોમ્બર બનાવવા ઈચ્છે છે જેની સામે સંજય દત્તની ભૂમિકા આવીને ઉભી રહે છે. જુઓ ફિલ્મનું ટ્રેલર..

ફિલ્મ તોડબાઝમાં સંજય દત્ત સિવાય નગરિસ ફાખરી અને રાહુલ દેવ જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ડાયરેક્શન ગિરીશ મલિકે કર્યુ છે અને તે આગામી મહિને 11 ડિસેમ્બરે ઓટીટી પ્લેફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More