Home> Entertainment
Advertisement
Prev
Next

વ્યસ્ત સિડ્યૂલ વચ્ચે સંજય દત્તે લીધો બ્રેક, જાણો માન્યતા સાથે ક્યાં ગયો

અભિનેતા સંજય દત્ત આગળના ચાર મહિના સુધી એક પછી એક ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત રહેવાનો છે. એવામાં તેણે થોડા સમય માટે કામમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.

વ્યસ્ત સિડ્યૂલ વચ્ચે સંજય દત્તે લીધો બ્રેક, જાણો માન્યતા સાથે ક્યાં ગયો

નવી દિલ્હી: અભિનેતા સંજય દત્ત આગળના ચાર મહિના સુધી એક પછી એક ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત રહેવાનો છે. એવામાં તેણે થોડા સમય માટે કામમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. હાલમાં સંજય દત્ત અને તેની પત્ની માન્યતા એકબીજા સાથે સમય પસાર કરવા માટે સિંગાપુર જવા રવાના થઇ ગયા છે.

fallbacks

પ્રિયા દત્તના ઘરે રહેશે બાળકો
સુત્રોના જણાવ્યા અનુસાર, સંજય દત્ત અને માન્યતાના બાળકો શાહરાન અને ઈકરા અત્યારે તેની ફોઇ પ્રિયા દત્ત પાસે રહેશે. પ્રિયા દત્તને પણ નાના બાળકો છે અને સંજય દત્ત અને પ્રિયા દત્તનો પરિવાર એક જ બિલ્ડિંગમાં રહે છે. એવામાં શાહરાન અને ઈકરાને કોઇપણ પ્રકારની તકલીફ થવાની સંભાવના ઓછી છે. સમાચાર મુજબ સંજયના પાછા આવ્યા બાદ અભિષેક વર્મનની મલ્ટી સ્ટાર ફિલ્મ કંલકની શૂટિંગ કરશે. આ ફિલ્મની શૂટિંગ મુંબઇની બહાર થવાની છે. દરવખતની જેમ આ વખતે પણ સંજય દત્તના પરિસાર તેના પાલી હિલ સ્થિત ઘરમાં 13 સ્પ્ટેમ્બરે ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરશે.

જન્મદિવસ પર માન્યતાએ કરી પ્રશંસા
બોલીવુડના ‘મુન્નાભાઇ’ સંજય દત્ત 29 જુલાઇએ 59 વર્ષનો થયો છે. આ સમયે તેની પત્ની માન્યતાએ એક સારો પતિ અને પિતા સાબીત થવા પર તેની પ્રશંસા કરી હતી. માન્યતાએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે સંજય અને બંને બાળક- પુત્ર શાહરાન અને પુત્રી ઇકરા સાથે છે. ફોટો શેર કરતા માન્યતાએ લખ્યું હતું કે, એક પ્રેમાળ પતિ, એક સારો પિતા અને અમારી સ્માઇલ પાછળનું કારણ. તમે અમારા માટે કઇપણ કરી શકો છો, તેના માટે તમારો આભાર. તમને મેળવીને હું પોતાને નસીબદાર માનું છે. તમને જન્મદિવસની શુભકામનાઓ. મોમ અને ડેડ તમારા પર હમેશાં ગર્વ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More