Home> Entertainment
Advertisement
Prev
Next

20 વર્ષ બાદ 'કલંક'માં જોવા મળશે આ જોડી, માધુરી વિશે સંજય દત્તે કહી આ વાત


સંજયે કહ્યું કે, લાંબા સમય બાદ એક સાથે કામ કરવાનું સારૂ લાગ્યું. હું તેની સાથે વધુ કામ કરવાનો પ્રયત્ન કરીશ. 
 

20 વર્ષ બાદ 'કલંક'માં જોવા મળશે આ જોડી, માધુરી વિશે સંજય દત્તે કહી આ વાત

નવી દિલ્હીઃ કરણ જોહરની મહત્વકાંક્ષી ફિલ્મ 'કલંક'માં આશરે બે દાયકા બાદ માધુરી દીક્ષિતની સાથે કામ કરનારા સંજય દત્તે આ અભિનેત્રી સાથે આગળ પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંજય અને માધુરીની જોડી 90ના દાયકામાં સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક હતી. બંન્નેએ સાથે 'સાજન', 'ખલનાયક',  'થાનેદાર', અને 'ઇલાકા' જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. 

fallbacks

સંજયે કહ્યું કે, લાંબા સમય બાદ એક સાથે કામ કરીને સારૂ લાગ્યું છે. હું તેની સાથે વધુ કામ કરવાનો પ્રયત્ન કરીશ. અભિનેતાએ ફિલ્મ 'કલંક'ના ટીઝર લોન્ચની તકે આ નિવેદન આપ્યું હતું. તો માધુરીએ પણ સંજયની સાથે કામ કરવાનો અનુભવને શાનદાર ગણાવ્યો હતો. તેણે કહ્યું કે, અમે 20 વર્ષથી વધુ સમય બાદ સાથે કામ કરી રહ્યાં છીએ. હાલમાં મેં ઘણા સમય બાદ અનિલ સાથે કામ કર્યું હતું. તે અભિનેતાઓ સાથે કામ કરવાનું હંમેશા સારૂ રહે છે, જેની સાથે તમે પહેલા કામ કર્યું હોય. 

ફિલ્મ 'કલંક'માં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનિક્ષી સિન્હા અને આદિત્ય રાય કપૂર પણ જોવા મળશે. ડાયરેક્ટર અભિષેક વર્મનની આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કર્યું છે. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મમાં પહેલા માધુરીની જગ્યાએ શ્રીદેવી જોવા મળવાના હતા પરંતુ ગત વર્ષે ફ્રેબ્રુઆરીમાં તેમના અચાનક નિધન બાદ આ ભૂમિકા ધક-ધક ગર્લને આપવામાં આવી હતી. 

કરણ જોહરની 'કલંકઃ શું પ્રેમ, બદલો અને બરબાદીની પ્રેમ સ્ટોરી છે ફિલ્મ?

શ્રીદેવીના સ્થાને ફિલ્મમાં લેવામાં આવ્યા તેના સવાલ પર માધુરીએ કહ્યું કે, જ્યારે મને પાત્ર વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે હું ઘણી દુખી હતી. તે એક શાનદાર કલાકાર અને માણસ હતી. જ્યારે તમને કોઈ ભૂમિકા મળે છે તો તમે તેને તમારી રીતે કરો છો, પરંતુ અમે દરરોજ તેમને ફિલ્મના સેટ પર યાદ કરતા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More