Heeramandi First Look: ગંગુભાઈ કાઠીયાવાડી પછી ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પોતાના નવા પ્રોજેક્ટ સાથે તૈયાર છે. દર્શકોને હમ દિલ દે ચૂકે સનમ, રામલીલા, બાજીરાવ મસ્તાની જેવી સુપરહિટ ફિલ્મો આપનાર સંજય લીલા ભણસાલી હવે પોતાના નવા પ્રોજેક્ટ તરીકે હીરામંડીને દર્શકો સામે રજૂ કરશે. આ ફિલ્મ સાથે ડાયરેક્ટર ઓટીટી પર ડેબ્યુ કરશે. આ ફિલ્મ નેટફિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં એક કલાકારો જોવા મળશે જેમની સાથે સંજય લીલા ભણસાલી એ અત્યાર સુધી કામ કર્યું નથી. હીરામંડી ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું છે અને તેમાં ફિલ્મની કાસ્ટમાં બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચો:
Ajay Devgn ને ફિલ્મ ભોલાના આ સીનને શૂટ કરતી વખતે થયો દિવ્ય શક્તિનો અનુભવ
Special Marriage Act અંતર્ગત સ્વરા ભાસ્કરે કર્યા છે લગ્ન, જાણો આ એક્ટ વિશે બધું જ
સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ હીરામંડી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતી. પરંતુ આ ફિલ્મ વિશે વધારે વિગતો જાહેર કરવામાં આવી ન હતી. જ્યારે હવે ફિલ્મનું ફર્સ્ટ લુક મોશન પોસ્ટર તરીકે રજૂ કરવામાં આવ્યો છે. મોશન પોસ્ટર સાથે કેપ્શન માં લખવામાં આવ્યું છે કે, "જ્યારે કોઠાવાળી પણ રાણી હતી... "
હીરામંડીના પોસ્ટરમાં મુખ્ય પાંચ અભિનેત્રીઓની ઝલક દેખાડવામાં આવી છે. ફિલ્મની અભિનેત્રીઓની વાત કરીએ તો મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, રુચા ચઢા અને શર્મીન સેગલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ મોશન પોસ્ટરમાં ટીવી એક્ટ્રેસ સંજીદા શેખ પણ જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે