Home> Entertainment
Advertisement
Prev
Next

Heeramandi:સુંદરતા, ડ્રામા અને થ્રિલરથી ભરપુર હશે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી, જુઓ ફર્સ્ટ લુક

Heeramandi First Look: સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'નો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. 'હીરામંડી'ના ફર્સ્ટ લુકમાં બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને ભવ્ય સેટ જોઈ તમારી આંખો પણ ચાર થઈ જશે.

Heeramandi:સુંદરતા, ડ્રામા અને થ્રિલરથી ભરપુર હશે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી, જુઓ ફર્સ્ટ લુક

Heeramandi First Look: સંજય લીલા ભણસાલી ફરી એકવાર 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'માં પોતાની રોયલ સ્ટાઈલ બતાવવા જઈ રહ્યા છે. સંજય લીલા ભણસાલી વેબ સિરીઝ 'હીરામંડી' સાથે ઓટીટી પર ડેબ્યૂ કરવા તૈયાર છે. સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'નો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. 'હીરામંડી'ના ફર્સ્ટ લુકમાં બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને ભવ્ય સેટ જોઈ તમારી આંખો પણ ચાર થઈ જશે. નેટફ્લિક્સની વેબ આ સિરીઝ 'હીરામંડી'માં સુંદરતા, ડ્રામા, સસ્પેન્સ અને થ્રિલરથી ભરપુર હશે.

fallbacks

આ પણ વાંચો: ઘરેઘરમાં ગુંજશે "મંગલ ભવન અમંગલ હારી...." ધૂન, રામાયણ સિરીયલ ફરીથી થશે ટેલીકાસ્ટ

'હીરામંડી'નો ફર્સ્ટ લૂક 

'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'ના ફર્સ્ટ લુક પરથી ખ્યાલ આવે છે કે સંજય લીલા ભણસાલી દર્શકોને આઝાદી પૂર્વેના યુગમાં લઈ જશે. જેમાં ગણિકાઓના જીવનની વાર્તાઓ શાહી શૈલીમાં દેખાડશે. 'હીરામંડી' ફર્સ્ટ લુકની શરૂઆતમાં અભિનેત્રી મનીષા કોઈરાલા સસ્પેન્સફુલ સંગીત સાથે મહેંદીવાળા હાથ સાથે જોવા મળે છે. ત્યારબાદ એક પછી એક અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને સોનાક્ષી સિંહાની ઝલક દેખાડવામાં આવે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix US (@netflix)

આ પણ વાંચો: ફેબ્રુઆરી મહિનો હશે એન્ટરટેઈનમેન્ટથી ભરપુર, બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે આ 6 ફિલ્મો

સંજય લીલા ભણસાલીની એપિક ડ્રામા સિરીઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'ની સત્તાવાર રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. જો કે શક્યતા છે કે આ વેબ સિરીઝ વર્ષ 2024 માં જ ઓટીટી  પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More