Sanjeev Kumar Birth Anniversary: સંજીવ કુમારની આજે પુણ્યતિથિ છે. સંજીવ કુમાર બોલીવુડના દિગ્ગજ અભિનેતા હતા. સંજીવ કુમારે તેમના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આ સાથે સંજીવ કુમારની ફેન ફોલોઈંગ ઘણી જબરદસ્ત હતી. સંજીવ કુમાર પર ઘણી છોકરીઓ મરતી હતી. એટલું જ નહીં. સંજીવ કુમાર પોતે પણ કોઈને પ્રેમ કરતા હતા, પરંતુ તેમની લવ સ્ટોરી વધુ ચાલી નહીં. હકીકતમાં એવું કહેવામાં આવે છે કે, હેમા માલિનીને સંજીવ કુમાર ખુબ જ પ્રેમ કરતા હતા. જો કે, બંનેની લવ સ્ટોરી લગ્ન સુધી પહોંચી શકી નહીં. રાઈટર હાનિફ ઝવેરી અને સુમંત બત્રાએ તેમની પુસ્તકમાં લખ્યું છે કે સીતા-ગીતા ફિલ્મના એક ગીત દરમિયાન સંજીવ અને હેમા માલિનીનો અકસ્માત થયો હતો.
પુસ્તકમાં જણાવ્યું છે, બંને વચ્ચે ત્યારબાદ બોન્ડ બંધાયું હતું. બંને એક-બીજાને પ્રેમ કરવા લાગ્યા. જોકે, બંનેનો પ્રેમ લગ્ન સુધી પહોંચી શક્યો નહીં. પુસ્તકમાં જણાવ્યું છે કે, પરેશાની સંજીવ કુમારના પરિવાર તરફથી હતી કેમ કે તેઓ ઇચ્છતા ન હતા કે લગ્ન બાદ હેમા માલિની કામ કરે. તેમને હેમા માલિની તો પસંદ હતી, કેમ કે જ્યારે પણ તેઓ તેમને મળતી હતા ત્યારે તેઓ હંમેશા તેમને પગ લાગતા હતા અને માથે સાડી ઓઢતા હતા.
તારક મહેતા શોના ફેન્સ માટે ખુશખબરી, હવે આ એક્ટ્રેસ બનશે દયાબેન
ત્યારે હેમા માલિનીની માતાને પણ સંજીવ કુમારનું પરિવાર ગમતું ન હતું. કેમ કે લગ્ન પછી અભિનેત્રી માટે કામ ન કરવું તે સંજીવના પરિવારને પસંદ નહોતું. તે પછી બધુ સારું ન થયું. પુસ્તકમાં જણાવ્યું છે કે આ દરમિયાન બધા વચ્ચે ઘણી ગેરસમજ પેદા થઈ ગઈ હતી અને કોઈપણ કોમ્પ્રોમાઈઝ ન કર્યું.
આ હીરોઈનના પ્રેમમાં પાગલ હતા શોલેના ઠાકુર, જાણો કેમ થતાં થતાં રહી ગયા હતા લગ્ન?
ત્યારે હેમા માલિનીએ થોડા વર્ષો બાદ એક ઇન્ટરવ્યૂમાં સંજીવ કુમારને લઇને વાત કરી હતી અને એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સંજીવ કુમાર ઇચ્છાતા હતા કે લગ્ન બાદ પત્ની ઘરમાં રહે અને તેમની માતાનું ધ્યાન રાખે અને તેમને સપોર્ટ કરે. પરંતુ તેમને જજ કરતા પહેલા જણાવી દઉ કે તે સમયે લોકો મહિલાઓને લઇને આ વિચારતા હતા કે લગ્ન બાદ તે કામ નહીં કરે. જોકે, આ પછી હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા. જ્યારે સંજીવ કુમાર એકલા જ રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે