મુંબઈ : ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં એન્ટ્રી લેનારી સારા અલી ખાનને અનેક ફિલ્મોની ઓફર મળી રહી છે. ફિલ્મ ‘કેદારનાથ’ બાદ ફિલ્મ સિમ્બામાં રણવીરસિંહ સાથે જોવા મળશે. રિપોર્ટ અનુસાર સારાને એક બીજો જબરદસ્ત પ્રોજેક્ટ મળ્યો છે. સારા ‘બાગી 3’ માં ટાઈગર શ્રોફ સાથે જોવા મળે એવી શક્યતા છે. સાજિદ નાડિયાવાલાના બેનર નીચે તૈયાર થનારી ફિલ્મ બાગીના ત્રીજા ભાગમાં સારા ટાઈગર સાથે રોમાંસ કરતી જોવા મળી શકે છે.
‘બાગી 2’ને બહુ સારી સફળતા મળી હતી. આ ફિલ્મનો સમાવેશ 100 કરોડ રૂ. કરતા વધારે કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં થાય છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને દિશા પટણીની ગજબનાક કેમિસ્ટ્રી જોવા મળી હતી. હવે આ ફિલ્મના ત્રીજા ભાગમાં ટાઇગર અને સારાનો રોમેન્સ જોવા મળશે.
રણબીર અને આલિયાની લવસ્ટોરીમાં નવો વળાંક, લાખ પ્રયાસ છતાં સિક્રેટ જાહેર
લેટેસ્ટ માહિતી પ્રમાણે સારાની પહેલી ફિલ્મ 'કેદારનાથ'એ અત્યાર સુધીમાં કુલ 44.59 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બાગીની સિક્વલને ઈમ્તિયાઝ અલી ડિરેક્ટ કરી રહ્યા છે. પ્રથમ વખત કાર્તિક ઈમ્તિયાઝ અલી સાથે કામ કરશે. જોકે, રિપોર્ટ પ્રમાણે હાલમાં સારાએ આ પ્રોજેક્ટ સાઈન કરી લીધો છે. આમ, આ ફિલ્મમાં ટાઇગર, કાર્તિક અને સારાની ત્રિપુટી જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે