Home> Entertainment
Advertisement
Prev
Next

Video : સૈફ-કરીનાના લગ્ન વખતે કેવું હતું અમૃતાનું વર્તન? સારાએ કર્યો માતા વિશે ખુલાસો

હાલમાં કોફી વિથ કરણમાં સૈફ અને સારા સાથે જોવા મળ્યા છે

Video : સૈફ-કરીનાના લગ્ન વખતે કેવું હતું અમૃતાનું વર્તન? સારાએ કર્યો માતા વિશે ખુલાસો

નવી દિલ્હી :  સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન બહુ જલ્દી બોલિવૂડમાં પોતાની પહેલી ફિલ્મ 'કેદારનાથ'થી એન્ટ્રી લઈ રહી છે. તે આ ફિલ્મ માટે પ્રમોશનમાં લાગેલી છે. સારા અલીની ‘કેદારનાથ’ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ 7મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એમાં તેનો હિરો સુશાંત સિંહ રાજપૂત છે.

fallbacks

આ પ્રમોશનના ભાગરૂપે જ કરણ જોહરના લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરન’માં પ્રથમવાર પિતા-દીકરી એટલે કે સૈફ અલી ખાન અને સારાની જોડી જોવા મળી હતી. શોમાં સારા અને સૈફએ પોતાના જીવનના ઘણા સિક્રેટ્સ જાહેર કર્યા હતા. આ સમયે સૈફની પૂર્વ પત્ની અમૃતા સિંહ અંગે પણ વાત થઈ હતી. સારાએ જણાવ્યું હતું કે, પિતાના બીજા લગ્નમાં સામેલ થવા માટે તેને તેની માતાએ જ તૈયાર કરીને મોકલી હતી. સારાએ કહ્યું કે,"મારી માતાએ મને પિતાના લગ્નમાં મોકલતા મને કહ્યું, એન્જોય કરો અને પોતાના પિતા માટે ત્યાં રહો."

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Saif about a note he wrote to his ex wife Amrita #saifalikhan #kareenakapoor #kareenakapoorkhan #saraalikhan

A post shared by Bollywood songs (@bollywood_tellywoodfanatic) on

કોફી વિથ કરણમાં સારા પિતા સૈફ અલી ખાનને કહે છે કે તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા ઈચ્છે છે. જોકે તે રણબીરને ડેટ કરવા નથી ઈચ્છતી. સારા કહે છે કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઈચ્છે છે. તેના પર સૈફ અલી ખાન કહે છે કે શું તેની પાસે પૈસા છે? જો હોય તો તે તને લઈ જઈ શકે છે. સારા કહે છે કે તમારે આ કહેવું બંધ કરી દેવું જોઈએ.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More