નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહેતી હોય છે અને હાલમાં પણ તેનો એક વીડિયો બહુ વાયરલ થયો છે. સારા અલી ખાનનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સારા અલી ખાન (Sara Ali Khan) હાલમાં પોતાની આગામી ફિલ્મ કુલી નંબર વન (Coolie No.1)'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં તે પોતાના ટાઇટ શેડ્યુલમાંથી સમય કાઢીને એક સલુનમાં પહોંચી હતી ત્યારે ત્યાં મીડિયાએ તેને ઘેરી લીધી હતી. જુઓ વીડિયો...
જોકે સારા સ્માઇલ કરીને ત્યાંથી ફટાફટ દોડીને નીકળી ગઈ હતી અને કેમેરાથી બચી ગઈ હતી. જોકે તેણે જતી વખતે બધાને બાય કર્યું હતું. આમ, સારાને પોતાના સ્વભાવથી બધાના દિલ જીતતા અને કોઈ નારાજ ન થાય એનું ધ્યાન રાખતા સારી રીતે આવડે છે.
હવે સારા અલી ખાન (Sara Ali Khan)ના ચાહકોને તેનો આ વીડિયો બહુ પસંદ પડી રહ્યો છે. આ વીડિયોમાં સારા બહુ ખૂબસુરત લાગી રહી છે. તેના ચાહકો અનેક ફેનપેજ પર આ વીડિયો શેયર કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે