Home> Entertainment
Advertisement
Prev
Next

Sara Ali Khan નો ખુલાસો, 'લાગતુ હતું કે માતા અમૃતા સિંહ એક પોર્ન સાઈટ ચલાવે છે'

અભિનેત્રી સારા અલી ખાને પોતાના માતા પિતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ વિશે હાલમાં જ એવા નિવેદનો આપ્યા કે જાણીને તમે ચોંકી જશો.

Sara Ali Khan નો ખુલાસો, 'લાગતુ હતું કે માતા અમૃતા સિંહ એક પોર્ન સાઈટ ચલાવે છે'

અભિનેત્રી સારા અલી ખાને પોતાના માતા પિતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ વિશે હાલમાં જ એવા નિવેદનો આપ્યા કે જાણીને તમે ચોંકી જશો. તેણે કહ્યું કે બાળપણમાં તેને એવું લાગતું હતું કે તેના માતા પિતા ખુબ નેગેટિવ લોકો છે. 

fallbacks

એક ઈન્ટરવ્યુમાં સારાએ તો એટલે સુદ્ધા કહી નાખ્યું કે જ્યારે તેણે સૈફ અલી ખાનની ફિલ્મ ઓમકારા અને અમૃતા સિંહની ફિલ્મ કળિયુગ જોઈ હતી તો તેને લાગ્યું કે તેના માતા પિતા ખુબ ગંદી વાતો કરે છે અને તેની માતા એક પોર્ન સાઈટ ચલાવે છે. એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં સારાએ કહ્યું કે 'મને જ્યાં સુધી યાદ છે તો 'ઓમકારા' અને 'કળિયુગ' જોયા બાદ હું ખુબ ડિસ્ટર્બ થઈ ગઈ હતી અને વિચારતી હતી કે મારા માતા પિતા ખુબ નેગેટિવ લોકો છે. હું ખુબ નાની હતી અને વિચારતી હતી કે મારા પિતા ગાળાગાળી કરે છે અને માતા એક પોર્નસાઈટ ચલાવે છે અને આ મજાક નહતી. અને બંનેને તે વર્ષે નેગેટિવ રોલ માટે બેસ્ટ એક્ટર તરીકે નોમિનેટ કરાયા હતા તો હું વિચારતી હતી કે આ શું થઈ રહ્યું છે?'

fallbacks

સૈફ અલી ખાને મશહૂર ફિલ્મ ઓમકારામાં લંગડા ત્યાગીની નેગેટિવ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર ખુબ પસંદ કરાયું હતું. જ્યારે ફિલ્મ કળિયુગમાં અમૃતા સિંહે પણ નેગેટિવ ભૂમિકા ભજવી હતી. ઓમકારામાં સૈફ અલી ખાન સાથે અજય દેવગણ, કરીના કપૂર, વિવેક ઓબોરોય, અને કોંકણા સેન શર્મા મુખ્ય ભૂમિકાઓમાં હતા. જ્યારે કળિયુગમાં અમૃતા સાથે કૃણાલ ખેમુ, ઈમરાન હાશમી, આશુતોષ રાણા જેવા કલાકારો લીડ રોલમાં હતા. 

fallbacks

અત્રે જણાવવાનું કે સૈફ અલી ખાન અને સારા અલી ખાનના લગ્ન 1991માં થયા હતા. તેમના બે બાળકો છે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન. આ લગ્ન બહુ લાંબો સમય ચાલ્યા નહીં અને 2004માં બંનેના ડિવોર્સ થઈ ગયા. ત્યારબાદ સૈફે કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા અને તેમના બે પુત્રો તૈમૂર અને જહાંગીર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More