Home> Entertainment
Advertisement
Prev
Next

Bold Photoની સાથે ભાઈને બર્થડે વિશ કરી ટ્રોલ થઈ સારા અલી ખાન, જુઓ તસવીરો

સારા અલી ખાને ભાઈ ઇબ્રાહિમને બર્થ ડે વિશે કર્યો, પરંતુ બોલ્ડ ફોટો પોસ્ટ કરીને ટ્રોલ થઈ ગઈ છે. 
 

 Bold Photoની સાથે ભાઈને બર્થડે વિશ કરી ટ્રોલ થઈ સારા અલી ખાન, જુઓ તસવીરો

નવી દિલ્હીઃ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) હંમેશા પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે. તે પોતાના ભાઈ ઇબ્રાહિમ અને માતા અમૃતા સિંહની સાથે પોતાની ખુબસૂરત તસવીરો પોસ્ટ કરતી રહે છે. પરંતુ આ વખતે પોતાના ભાઈની સાથે એક તસવીરને લઈને ટ્રોલ થઈ ગઈ છે. હકીકતમાં, સારાના ભાઈ ઇબ્રાહિમનો જન્મદિવસ આજે 5 માર્ચે છે. સારાએ ઇબ્રાહિમની સાથે જન્મદિવસની શુભકામનાઓ આપતા એક તસવીર પોસ્ટ કરી અને તેના કેપ્શનમાં લખ્યું, હેપ્પી બર્થ ડે ભાઈ. હું તને એટલો પ્રેમ કરુ છું કે, તેનો તને અંદાજ પણ નથી અને આજે હું તને ખુબ મિસ કરી રહી છું. તું મારી સાથે હોત. 

fallbacks

પરંતુ આ તસવીરમાં સારાએ બિકિની પહેરીહતી અને આ વાત યૂઝરોને પસંદ આવી નથી. એક યૂઝરે લખ્યું, ભાઈની સાથે આવી તસવીર કોન પોસ્ટ કરે છે દીદી. તો એક અન્ય યૂઝરે કહ્યું કે, વધુ થઈ ગયું. 

fallbacks

સારાએ ઇબ્રાહિમની સાથે એવી બે તસવીરો શેર કરી છે. તે હાલમાં પોતાની માતા અમૃતિ સિંહ અને ભાઈ ઇબ્રાહિમની સાથે માલદીવમાં ટ્રિપ પર ગઈ હતી અને આ તસવીર તે ટ્રિપની છે. સારા આ તસવીરને લઈને ટ્રોલ થઈ રહી છે અને યૂઝર્સનું કહેવું છે કે ઓછામાં ઓછા બર્થ ડે વિશ કરવા માટે આવી તસવીર પોસ્ટ કરવાની જરૂર નતી. પરંતુ ઘણા યૂઝરોએ સારાનો બચાવ કર્યો અને કહ્યું કે, દ્રષ્ટિ આંખોમાં હોવી જોઈએ. 

વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં સારા અલી ખાનની ફિલ્મ 'લવ આજકલ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન છે. ફિલ્મની ઘણી ચર્ચા હતી પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મ ચાલી નથી. હવે તેની આગામી ફિલ્મ વરૂણ ધવનની સાથે કુલી નંબર વન છે. તેના ડાયરેક્ટર ડેવિડ ધવન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More