Home> Entertainment
Advertisement
Prev
Next

રાજનીતિમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છે છે સારા અલી ખાન? આપ્યો જવાબ

અમૃતિ સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને પોતાની પ્રથમ ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ધમાલ મચાવી દીધી છે. હવે સારાએ એક ઈન્ટરવ્યૂમાં રાજનીતિમાં એન્ટ્રીને લઈને વાત કરી છે. 

 રાજનીતિમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છે છે સારા અલી ખાન? આપ્યો જવાબ

નવી દિલ્હીઃ અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને પોતાની પ્રથમ ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ધમાલ મચાવી દીધી છે. ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. સારાને તેના હાજર જવાબીપણાને કારણે ઓળખવામાં આવે છે. તે ઓડિયન્સનું દિલ જીતવામાં સફળ રહી છે. હવે સારાએ એક ઈન્ટરવ્યૂમાં રાજનીતિમાં એન્ટ્રીને લઈને વાત કરી છે. તેણે જણાવ્યું કે, તે ક્યારેય રાજનીતિમાં આવશે કે નહીં. 

fallbacks

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે, સારા અલી ખાને કહ્યું- હું જીવનમાં આગળ ચાલીને રાજનીતિમાં મારૂ કરિયર બનાવવા ઈચ્છું છું. પરંતુ અભિનય હંમેશા મારી પ્રાથમિકતા રહેશે. ભવિષ્યમાં હું રાજનીતિમાં સામેલ થવા ઈચ્છું છું. મહત્વનું છે કે સારાએ કોલંબિયા યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. 

વર્ક ફ્રન્ટ પર સારા ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કાલની સીક્વલમાં જોવા મળશે. ફિલ્મમાં કાર્તિક આય્રન તેના વિરોધી રોલમાં હશે. ફિલ્મના દિલ્હી શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ સિવાય વરૂણ ધવનની અપોઝિટ ફિલ્મ કૂલી નંબર 1માં જોવા મળશે. સારાએ આ વર્ષે ફિલ્મફેયર ડેબ્યૂ અભિનેત્રીનો એવોર્ડ પણ જીત્યો છે. સારાના ફેન્સ તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Don’t hold on for dear life-hold life dearly 💥⚡️🌟🍯🌅📸

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ દિવસોમાં સારા ન્યૂયોર્કમાં બેસ્ટ ફ્રેન્ચ સંગ રજાઓ માણી રહી છે. તેની રજાઓના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ છે. વેકેશન પર સારા અલી ખાનની એમેઝિંગ ફેશન સેન્સ પણ જોવા મળી રહી છે. તસ્વીરમાં સારા અલી ખાનની તેના મિત્રો સાથે બોન્ડિંગ જોવા મળી રહી છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More