Home> Entertainment
Advertisement
Prev
Next

તૈમુરે રક્ષાબંધને આપી હતી શું ગિફ્ટ? સારાએ કર્યો મોટો ખુલાસો

2018ની રક્ષાબંધન તૈમુર અલી ખાન માટે બહુ યાદગાર રહેશે

તૈમુરે રક્ષાબંધને આપી હતી શું ગિફ્ટ? સારાએ કર્યો મોટો ખુલાસો

મુંબઈ : 2018ની રક્ષાબંધન તૈમુર અલી ખાન માટે બહુ યાદગાર રહેશે. આ દિવસે તૈમુર બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. તે દિવસે સવારે તે તૈયાર થઈને સૌથી પહેલાં નાનીના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં માસી કરિશ્મા કપૂરની દીકરી સમાઇરા  અને દીકરા કિયાન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તૈમુરે ત્યારપછી પોતાના ઘરે ભાઈ-બહેન ઇબ્રાહિમ અને સારા સાથે રક્ષાબંધનની ધમાકેદાર ઉજવણી કરી હતી. 

fallbacks

હાલમાં ડેક્કન ક્રોનિકલે આ રક્ષાબંધનની ચર્ચા કરતી વખતે સારાએ તૈમુરે તેને આપેલી ગિફ્ટનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે મને તૈમુર સાથે રક્ષાબંધન સેલિબ્રેટ કરવામાં બહુ મજા આપી. તેણે મને ગિફ્ટમાં 51 રૂ. આપ્યા હતા. તે અત્યારે બહુ નાનો છે અને આટલા પૈસા મારા માટે પુરતા છે. 

સારાની પહેલી ફિલ્મ 'કેદારનાથ' રિલીઝ થઈને સારો દેખાવ કરી રહી છે અને બીજી ફિલ્મ 'સિમ્બા' રિલીઝ માટે તૈયાર છે. રણવીરસિંહ તેમજ સારા અલી ખાનની ફિલ્મ 'સિમ્બા'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે ટ્રેલરપરથી ફિલ્મની વાર્તા ખૂબ રસપ્રદ તેમજ મસાલેદાર લાગે છે. સિંબા તેલુગુમાં બનેલી ફિલ્મછે જેનું હિન્દી રિમેક બનાવમાં આવ્યું છે. ક્રિસમસ પછી એટ્લે કે 28 ડિસેમ્બરના આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટી કરી રહ્યા હતા. 
 
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More