Home> Entertainment
Advertisement
Prev
Next

બે મોટી ફિલ્મો મળતા જ સારાએ પિતા સૈફને આપી દીધો મોટો ઝટકો

સારા અલી ખાનની હજી પહેલી ફિલ્મ રિલીઝ નથી થઈ

બે મોટી ફિલ્મો મળતા જ સારાએ પિતા સૈફને આપી દીધો મોટો ઝટકો

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનની હજી પહેલી ફિલ્મ રિલીઝ નથી થઈ પણ સૈફ અલી ખાન-અમૃતા સિંહની આ દીકરીએ સ્ટાર જેવું વર્તન કરવાનું શરૂ કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે સારાએ તેના પિતા સૈફ સાથેની ફિલ્મ ‘હિંદી મીડિયમ 2’માં કામ કરવાની ના પાડી દીધી છે. ન્યૂઝ પોર્ટલ ડીએનએના એક રિપોર્ટ પ્રમાણે સારા હવે આ ફિલ્મમાં કામ નથી કરવા માગતી.

fallbacks

હકીકતમાં 2016માં રિલીઝ થયેલી ઇરફાન ખાનની હિટ ફિલ્મ 'હિન્દી મીડિયમ'નો બીજો ભાગ લાવવાની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મ માટે મેકર્સ રિયલ લાઇફ પિતા-પુત્રી સૈફ અને સારાને સાઇન કરવા માગતા હતા. આ બંનેએ કામ કરવાની હા પણ પાડી દીધી હતી પણ કોઈ કોન્ટ્રાક્ટ નહોતો થયો. આ ફિલ્મમાં સારાની માતાનો રોલ ભજવવા માટે કોઈ મોટી એક્ટ્રેસની શોધ ચાલી રહી છે અને એનું શૂટિંગ માર્ચ, 2019થી શરૂકરવાનું પ્લાનિંગ હતું. આ ફિલ્મનું શૂટિંગ લંડન અને મુંબઈમાં થવાનું હતું. જોકે હવે સારાએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે સારાના ઇનકાર પછી સૈફ પણ આ ફિલ્મ કરવાના મામલે અવઢવમાં છે. હકીકતમાં સૈફ આ ફિલ્મ માત્ર સારા માટે કરવા ઇચ્છતો હતો પણ હવે જ્યારે સારાને આ ફિલ્મ નથી કરવી ત્યારે સૈફને પણ આ ફિલ્મ કરવામાં ખાસ રસ નથી રહ્યો. નોંધનીય છે કે સારાની ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’નું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે જ્યારે ‘સિંબા’નું શૂટિંગ ચાલી રહ્યું છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More