Home> Entertainment
Advertisement
Prev
Next

'સ્કેમ 1992' એક્ટર Hemant Kher એ હાથ જોડીને માંગ્યુ કામ, વેબ સિરીઝમાં કર્યું હતું કમાલનું કામ

Hemant Kher: ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકેલા હેમંત ખેર કામ શોધી રહ્યાં છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે હું એક એક્ટરના રૂપમાં ખુદને એક્સપલોર કરવા ઈચ્છુ છું. 

'સ્કેમ 1992' એક્ટર Hemant Kher એ હાથ જોડીને માંગ્યુ કામ, વેબ સિરીઝમાં કર્યું હતું કમાલનું કામ

નવી દિલ્હીઃ Hemant Kher Asking Work: ફિલ્મી દુનિયાનું આ સત્ય છે કે આજે તમારી પાસે કામ છે પરંતુ કાલે ન હોય. એટલે કે અહીં ક્યારે શું થઈ જાય તે કહી શકાય નહીં. આજે જે સફળ છે તે કાલે ગુમ થઈ જાય. તો હવે કેટલાક સેલિબ્રિટી કામ માંગવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યાં છે. સ્કેમ 1992ના એક્ટર હેમંત ખેરે પણ કામ માંગવા માટે ટ્વિટરનો સહારો લીધો છે. 

fallbacks

હેમંત ખેરે ટ્વીટ કરી માંગ્યુ કામ
ઘણા સમયથી કામ શોધી રહેલા એક્ટર હેમંત ખેરએ પણ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી કામ આપવાની  વિનંતી કરી છે. તેણે લખ્યુ- 'બધા રાઇટર્સ, ડાયરેક્ટર, કાસ્ટિંગ ડાયરેક્ટર્સ અને ક્રિએટર્સને વિનંમ્ર અપિલ છે કે પ્લીઝ મને તમારી કહાનીઓ/ફિલ્મો/સિરીઝ/શોર્ટ ફિલ્મમાં રોલ આપવા પર વિચાર કરો. હું એક એક્ટરના રૂપમાં ખુદને એક્સપલોર કરવા માટે જોશ અને ઉત્સાહ સાથે ભરેલો છું.' તેણે હાથ જોડતી ઇમોજી પણ પોસ્ટ કરી છે. 

હેમંતે ટ્વીટ કરી લખ્યું- કામ માંગવામાં કેવી શરમ
હેમંત ખેરે આ ટ્વીટ બાદ વધુ એક ટ્વીટ કર્યું અને લખ્યું, 'આમ કરવામાં ખુબ વિચાર અને શક્તિ લાગી પરંતુ જેમ મારા બધા સીનિયર્સ અને ગુરૂઓએ કહ્યું છે, કામ માંગવામાં કેવી શરમ! તેથી મેં જે અનુભવ્યું તેને વ્યક્ત કર્યું. હું તમારા બધાના સમર્થન, સૂચન અને રીટ્વીટ માટે આભારી છું. ખુબ ખુબ આભાર.'

આ પણ વાંચોઃ સલમાન ખાનનો વીડિયો વાયરલ કહ્યું, "જાન કહીને જીંદગી બરબાદ કરે અને બીજાને જાન બનાવે...

ભોલાના રાઇટરે આપી પ્રતિક્રિયા
તો ખેરનાના ટ્વીટ બાદ તમામ લોકો કોમેન્ટ્સ કરી રહ્યાં છે. ભોલા અને રનવે 34 જેવી ફિલ્મોમાં કામ કરના આમિલ કિયાલ ખાને લખ્યુ- નોટેડ. એટલે કે આમિલ પોતાના અપકમિંગ પ્રોજેક્ટમાં હેમંતને કામ આપવા પર વિચાર કરી શકે છે. 

હેમંત ખરે કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યા હતા
નોંધનીય છે કે હેમંત ખરેએ કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. તેણે સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ નોટબુકમાં પ્રિન્સિપલનો રોલ પ્લે કર્યો હતો. તો બોબી દેઓલની ફિલ્મ લવ હોસ્ટેલમાં પણ જોવા મળ્યો હતો. તેણે આઝાદ નામની એક ગુજરાતી વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More